સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨પપ અને કેટલાક તેમાંથી નીકળી જાય. પરમાણુના સ્કંધનો આવો જ સ્વભાવ છે. બાળકનું નાનું શરીર હોય તે જુવાન થાય ત્યારે મોટું અને પુષ્ટ લટ્ઠ જેવું બળવાન થાય અને વળી વૃદ્ધ અવસ્થા આવતાં તે શિથિલ થઈ જાય, ચામડીમાં કરચલીઓ પડી જાય. કેમ? કેમકે તેમાં કોઈ નવા પરમાણુ આવે અને કોઈ વિખરાઈ જાય; સ્કંધમાં આવું નિરંતર થયા જ કરે; પરંતુ આત્મા અસંખ્યપ્રદેશી અખંડ એક દ્રવ્ય છે, તેમાં કોઈ નવા પ્રદેશો આવે ને કોઈ પ્રદેશો તેમાંથી બહાર નીકળી જાય એમ બની શકતું નથી. માટે અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં પણ કાંઈ કરવાપણું સિદ્ધ થતું નથી. આ રીતે દ્રવ્યમાં ને ક્ષેત્રમાં કર્તાપણું સિદ્ધ થતું નથી; અને પર્યાયનું કર્તાપણું તો તું જડ કર્મમાં નાખે છે; તો પછી “આત્મા કર્તા છે” એમ ક્યાં સિદ્ધ થયું? શ્રુતિનો કોપ ક્યાં મટયો? આ તો ન્યાયથી વાત છે ભાઈ!
જુઓ, શું કહે છે? કે જીવને પ્રદેશોમાં પ્રક્ષેપણ-આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. એટલે શું? કે શરીરમાં જેમ પરમાણુઓ કોઈ નવા આવે ને કોઈ નીકળી જાય તેમ જીવદ્રવ્યમાં કોઈ નવા પ્રદેશો આવે ને કોઈ તેમાંથી નીકળી જાય તો જીવ અસંખ્યપ્રદેશી એક દ્રવ્ય જ ન રહે. પણ એમ બનતું જ નથી; કેમકે આત્મા નિશ્ચિત અસંખ્યપ્રદેશવાળું અખંડ એક દ્રવ્ય છે. આત્મા જેમ દ્રવ્યરૂપે ત્રિકાળ એક છે તેમ ક્ષેત્રરૂપે પણ ત્રિકાળ અખંડ એક છે. નિશ્ચિત અસંખ્યપ્રદેશ એ આત્માનો સ્વદેશ છે. આત્મા પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ નવા પ્રદેશોને લઈ શકે પણ નહિ. આ પ્રમાણે ત્રિકાળી દ્રવ્ય અને તેનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર-તેમાં કાંઈ પલટવાપણું-પ્રક્ષેપણ-આકર્ષણ-આવવું જવું-નહિ બનતું હોવાથી તેને કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવને જે વિકાર થાય તેનું કર્તા કર્મ જ છે અને આત્મા આત્માને એકને દ્રવ્યરૂપે કરે એવી તારી (-અજ્ઞાનીની) માન્યતા મિથ્યા- જૂઠી જ છે, સમજાણું કાંઈ.....?
અહો! આ સમયસાર તો કોઈ દિવ્ય અલૌકિક શાસ્ત્ર છે. પણ અરે! એને વાંચવા-વિચારવાની એને ફુરસદ ક્યાં છે? સ્વાધ્યાયની (સમ્યક્) પરંપરા રહી નહિ અને ઓઘેઓઘે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, જાત્રા ઇત્યાદિના શુભરાગમાં બિચારો ધર્મ માનીને રોકાઈ ગયો છે. પણ બાપુ! સત્યની સમજણ વિના, અંતરમાં સમ્યક્શ્રદ્ધાન નામ સમકિત પ્રગટ કર્યા વિના તારા એ ક્રિયાકાંડ કાંઈ કામ નહિ આવે. આ ક્રિયા કાંઈ તું નવી (પહેલી જ વાર) કરે છે એમ નથી. બાપુ! અનંતકાળમાં અનંતવાર તું નગ્ન દિગંબર સાધુ થયો છે, ને અનંતવાર મહાવ્રતાદિ પાળ્યાં છે. પણ એથી શું? હું ત્રિકાળી નિત્ય અસંખ્યપ્રદેશી અખંડ એક ચિદ્ઘનસ્વરૂપ