૨પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ આત્મા તો આત્માને એકને દ્રવ્યરૂપને કરે છે. આ રીતે આત્મા કર્તા છે એમ આવી જાય છે. કર્તાપણું ને અકર્તાપણું બન્ને સિદ્ધ થઈ જાય છે માટે શ્રુતિનો કોપ થતો નથી અર્થાત્ જિનવાણીની વિરાધના થતી નથી.
તેને આચાર્ય કહે છે-ભાઈ! તારો આ અભિપ્રાય મિથ્યા જ છે; કેમકે દ્રવ્ય- ત્રિકાળી આત્મા તો નિત્ય ધ્રુવ એકરૂપ છે. એમાં શું કરવાનું છે! આત્મા એને શું કરે? આ તો વીતરાગનો મારગ ભાઈ! બધું ન્યાયથી-લોજીકથી સિદ્ધ થવું જોઈએ ને? ભાઈ! આ સમજ્યા વિના વ્રત, તપ આદિ ક્રિયાકાંડ તું કરે પણ એ બધાં એકડા વિનાનાં મીંડા છે હોં; થોથેથોથાં છે. એ બધું તારું રણમાં પોક મૂકવા જેવું છે.
અજ્ઞાનીનો ઉપરોક્ત અભિપ્રાય કેમ મિથ્યા છે તે હવે સમજાવવામાં આવે છેઃ-
‘જીવ તો દ્રવ્યરૂપે નિત્ય છે. અસંખ્યાત-પ્રદેશી છે અને લોકપરિમાણ છે. તેમાં પ્રથમ નિત્યનું કાર્યપણું બની શકતું નથી. કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે.’
આત્મા પર્યાયે અનિત્ય છે પણ દ્રવ્યરૂપે અનાદિ અનંત નિત્ય છે. હવે અનિત્ય પર્યાયને જડ કર્મ કરે છે ને આત્મા આત્માને દ્રવ્યરૂપે કરે છે એમ અજ્ઞાનીની દલીલ છે. પણ ભાઈ! તારી આ વાત મિથ્યા છે; કેમકે જે ત્રિકાળ નિત્ય છે એને કરવાનું શું હોય? નિત્યનો કોઈ કર્તા નથી. જેમાં પલટના હોય તેમાં કાર્ય હોય, પણ જે નિત્ય ધ્રુવ છે તેમાં શું કરવાપણું હોય? નિત્યનું કાર્યપણું બની શકતું નથી, કેમકે કૃતકપણાને અને એકપણાને વિરોધ છે. કરવાપણું અને નિત્યપણું એ બન્નેને વિરોધ છે, અર્થાત્ કરવાપણું હોય ત્યાં નિત્યપણું ન હોય ને નિત્યપણું હોય ત્યાં કરવાપણું ન હોય. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે તેથી તે કૃતક કોઈથી કરેલો ન હોય. અહાહા..! અનાદિ-અનંત ધ્રુવ એકરૂપ વસ્તુ પોતે દ્રવ્યપણે નિત્ય છે. ત્યાં આત્મા આત્માને, પોતે પોતાને કરે એ ક્યાંથી આવ્યું? એમ છે નહિ. એમ તું આત્માને કર્તા માન એ મિથ્યા છે.
હવે ક્ષેત્રથી વાત કરે છેઃ
‘વળી અવસ્થિત અસંખ્યપ્રદેશી એક એવા તેને (-આત્માને), પુદ્ગલસ્કંધની માફક, પ્રદેશોનાં પ્રક્ષેપણ-આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય.’
જુઓ, પુદ્ગલસ્કંધ છે તે અનેક પરમાણુઓનો બનેલો છે. આ શરીર છે તે અનેક પરમાણુનો બનેલો સ્કંધ છે. તેમાં સમયે સમયે કેટલાક નવા પરમાણુ આવે