સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨પ૩ છે. મુનિ નહિ, પણ બાહ્યમાં મુનિ જેવો વેશ-લેબાસ હોય તે શ્રમણાભાસ છે. આ નગ્નદશાવાળાની વાત છે હોં; વસ્ત્રસહિત મુનિપણું માને-મનાવે તે તો કુલિંગ છે. અહીં તો જે બાહ્યમાં જેનું નગ્ન-દિગંબર લિંગ છે અને જે આવી સાંખ્યમતની પ્રરૂપણા કરે છે તે શ્રમણાભાસ છે એમ વાત છે. તેઓ પોતાની પ્રજ્ઞાના દોષથી શાસ્ત્રના ઊંધા અર્થ કરે છે.
કર્મને લઈને શુભભાવ થાય, કર્મને લઈને અશુભભાવ થાય, કર્મને લઈને પરઘાત થાય ને કર્મને લઈને અબ્રહ્મચર્ય થાય-આવી એકાંત પ્રરૂપણા કરનારા બધા અજ્ઞાનીઓ, સૂત્રના અર્થને નહિ જાણનારા એવા શ્રમણાભાસ છે. ભાઈ! કર્મ જ વિકારને કરે એમ માને તે સાંખ્યમત છે. જૈનમત નથી, જૈન નામધારી પણ જો આવી પ્રરૂપણા કરે તો તેઓ જૈનાભાસી છે, સાંખ્યમતી જેવા મિથ્યાદ્રષ્ટિ જ છે. જડ કર્મ નિમિત્ત હો, પણ નિમિત્તને લઈને અહીં જીવમાં વિકારનું કાર્ય થાય છે એમ છે જ નહિ.
અહા! આચાર્ય કહે છે-એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે તેથી “જીવ કર્તા છે-” એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે, અર્થાત્ એ વડે ભગવાનની વાણીની અવશ્ય વિરાધના થાય છે. જીવને કર્મ જ રખડાવે છે, કર્મ જ હેરાન કરે છે, કર્મ જ વિકાર કરાવે છે, જીવ તો સર્વથા જ અકર્તા છે-આવું માનનારા જિનવાણીના વિરાધક છે.
અહાહા...! ભગવાનની શ્રુતિ તો “જીવ કર્તા છે”-એમ કહે છે. ભગવાનની વાણી તો આમ ફરમાવે છે કે પુણ્ય અને પાપના જે ભાવ જીવને થાય છે તેનો કર્તા કથંચિત્ જીવ પોતે છે, જડ કર્મ તેનો કર્તા નથી. અહા! તને જ્ઞાનની જે હીણી-દશા થાય તેનો કર્તા તું પોતે છો, જ્ઞાનાવરણીય કર્મ નહિ. કર્મ તો નિમિત્તમાત્ર છે. આમ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મ જ જ્ઞાનને હીણું કરે છે એમ માને તેના પર જિનવાણીનો કોપ છે, અર્થાત્ તેને ભગવાનની વાણીની વિરાધના થાય છે. આવી વાતુ!
‘વળી કર્મ આત્માના અજ્ઞાનાદિ સર્વ ભાવોને-કે જેઓ પર્યાયરૂપ છે તેમને કરે છે, અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે માટે જીવ કર્તા છે; એ રીતે શ્રુતિનો કોપ થતો નથી- એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે.’
જુઓ, પોતાની વાતને સિદ્ધ કરવા અજ્ઞાની દલીલ કરીને કહે છે કે-મિથ્યાત્વ, રાગદ્વેષ, અજ્ઞાનાદિ જેટલા પર્યાયરૂપ વિકારી ભાવ છે તેમને જડ કર્મ કરે છે અને