૨પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
જુઓ, આ અજ્ઞાનીની દલીલ! એમ કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે ને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે. ‘કર્મ અભિલાષા કરે છે’ -શબ્દ તો છે એમ, પણ એનો અર્થ શું? આ તો નિમિત્તપ્રધાન કથન છે બાપુ! વાસ્તવિક તો અર્થ આ છે કે પુરુષવેદનો ઉદય હોય તે કાળે સ્ત્રી સાથે રમવાનો ભાવ તે પુરુષને થાય છે અને તે ભાવ તે પુરુષ પોતે કરે છે. કર્મના ઉદયના કારણે તે ભાવ થાય છે એમ છે જ નહિ. તેવી રીતે સ્ત્રીવેદનો ઉદય હોય ત્યારે સ્ત્રી પોતે જ પુરુષ સાથે રમવાનો અભિલાષ કરે છે, કાંઈ કર્મના કારણે તેને અભિલાષ થાય છે એમ નથી. શાસ્ત્રમાં કયી પદ્ધતિથી કથન છે તે અજ્ઞાની સમજતો જ નથી. વાસ્તવમાં એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરે એમ કદી હોય જ નહિ. પણ કર્મ જ બધું કરે છે એમ તે માને છે ને? છેથી શાસ્ત્રનો આધાર લઈ જીવ અબ્રહ્મચર્યનો અકર્તા છે એમ જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો તે નિષેધ કરે છે. વળી,
આઠ કર્મમાં એક નામકર્મ છે. તેની પ્રકૃતિના ૯૩ ભેદ છે. તેમાં એક પરઘાતનામકર્મની પ્રકૃતિ છે, પરનો ઘાત થવામાં નિમિત્ત એવી પરઘાતનામકર્મની પ્રકૃતિ છે. અજ્ઞાની કહે છે-પરનો ઘાત કરે એવી પરઘાતનામકર્મ પ્રકૃતિ છે, અર્થાત્ પરઘાતનામકર્મને લઈને પરનો ઘાત થાય છે; પરંતુ એમ વસ્તુસ્વરૂપ નથી. પરઘાતનો- હિંસાનો ભાવ જીવ પોતે કરે છે, અને પરઘાતનામકર્મ તેમાં નિમિત્તમાત્ર છે. પરનો ઘાત થાય એ તો એનું-પરનું કાર્ય છે, તે કાર્યનો કર્તા જીવ નથી, કર્મ પણ નથી.
પરઘાતનો-હિંસાનો જીવને જે ભાવ થયો તેમાં પરઘાતનામકર્મ નિમિત્ત છે, પણ કર્મને લઈને તે ભાવ થયો છે એમ નથી તથા તે પરઘાતના-હિંસાના ભાવને લઈને પરમાં ઘાત થયો છે એમેય નથી. આ વસ્તુ સ્વરૂપ છે. પણ “જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે”-એવા નિમિત્તપ્રધાન વચનનો આશ્રય લઈ અજ્ઞાની જીવને ઘાતના-હિંસાના કર્તાપણાનો નિષેધ કરે છે. આ રીતે અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાનો નિષેધ કરી તે જીવને સર્વથા જ અકર્તાપણું જણાવે છે.
તેને આચાર્યદેવ કહે છે કે- ‘આ પ્રમાણે આવા સાંખ્યમતને, પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) અપરાધથી સૂત્રના અર્થને નહિ જાણનારા કેટલાક શ્રમણાભાસો પ્રરૂપે છે; તેમની એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે તેથી “જીવકર્તા છે”-એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે (અર્થાત્ ભગવાનની વાણીની વિરાધના થાય છે).’
અંદર મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવડાવે તે શ્રમણાભાસ