Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3278 of 4199

 

સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨પ૯ લીધે પોતાસ્વરૂપે જાણે તે રાગના પરિણામને પોતાસ્વરૂપ જાણે છે. રાગની જે ક્રિયા થઈ તે પોતાની છે એમ અજ્ઞાની જાણે છે. આ પ્રમાણે રાગને-પરને આત્મા તરીકે જાણતો એવો તે (-જ્ઞાયકભાવ) વિશેષઅપેક્ષાએ જ્ઞાનના પરિણામને અજ્ઞાનરૂપ કરતો, પર્યાયમાં મિથ્યાજ્ઞાનરૂપ કરતો આચાર્ય કહે છે, તે રાગનો કર્તા છે એમ સ્વીકારવું. આવી વાત!

કોઈને થાય કે હવે આ બધું ક્યાં સમજવા બેસવું? એને બદલે આપ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરવાનું કહો તો સહેલું સટ થઈ જાય. પણ બાપુ! જેને તું કરવાનું સહેલું સટ માને છે એ તો બધો રાગ છે અને એ તો પૃથક્ રહીને પરજ્ઞેય તરીકે જાણવાયોગ્ય છે. પણ એને બદલે તું એને કરવાયોગ્ય માને છે તે તારી કર્તાબુદ્ધિનું અજ્ઞાન જ છે. અજ્ઞાની જ તેને જાણવાકાળે પોતાને કરવાયોગ્ય જાણે છે અને એમ જાણતો તે તેનો કર્તા થાય છે. સમજાય છે કાંઈ...? બાપુ! સમજ્યે જ છૂટકો છે. બાકી ચારગતિની જેલ ઊભી જ છે.

અહા! એને ક્યાં સુધી કર્તાપણું છે? તો કહે છે- ‘તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.’

જુઓ, પહેલાં કહ્યું કે- આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગનો વિકલ્પ ઉઠે છે તે પોતાની ચીજથી ભિન્ન પરજ્ઞેય છે, ને હું તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપી ચૈતન્યમહાપ્રભુ છું એવું જ્યાંસુધી ભેદજ્ઞાન ન થાય ત્યાંસુધી અજ્ઞાનપણે જીવ રાગનો કર્તા છે-એમ માનવું. રાગને પોતાનો જાણે, વા પોતાનું કર્તવ્ય જાણે ત્યાં સુધી ભેદજ્ઞાનના અભાવને લીધે જીવ રાગનો કર્તા છે; રાગને કર્મ (-પ્રકૃતિ) કરે છે એમ નહિ, પણ અજ્ઞાની જીવ પોતે રાગનો કર્તા છે. હવે આવો મારગ ને આવી વસ્તુસ્થિતિ છે.

અરેરે! ભાઈ! તેં મારગને યથાર્થ જાણ્યા વિના ચોરાસીના અનંત અનંત અવતાર કર્યા છે; કાગડાના, કુતરાના, કંથવાના અને નરકાદિના અનંત અનંત અવતાર કર્યા છે. આ પહેલી નરક છે ને? એની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષની છે. એવી દશહજાર વર્ષની આયુસ્થિતિ લઈને ભગવાન! તું ત્યાં અનંતવાર જન્મ્યો-મર્યો છે. ત્યાંના દુઃખનું શું કહીએ? કોઈ મોટા વૈભવશીલ રાજાનો રાજકુમાર હોય, મહા કોમળ શરીર ને જુવાન-જોધ દશા હોય અને એ રાજકુમારને ધગધગતી-