સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૬૧ છે અને ત્યાં સુધી અજ્ઞાની જીવ કર્તા છે. પણ જ્યાં સૂક્ષ્મ વિકલ્પથી પણ ભિન્ન હું એક જ્ઞાયકસ્વભાવી ચિદાનંદઘન પ્રભુ આત્મા છું એમ અંતર્દ્રષ્ટિ વડે તે ભેદવિજ્ઞાન સહિત થાય છે ત્યારે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયકભાવ) વિશેષઅપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય છે.
વિશેષ અપેક્ષાએ એટલે -ત્રિકાળી દ્રવ્ય-ગુણ-ક્ષેત્ર તો અકર્તા છે, તેમાં તો કરવાપણું નથી, વર્તમાન પર્યાયમાં પણ જ્યાં તે અંતર્મુખ થઈ જ્ઞાનસ્વભાવે પરિણમે છે, રાગરૂપે પરિણમતો નથી ત્યારે સાક્ષાત્ અકર્તા થાય છે -એમ કહેવું છે. રાગથી ખસીને જ્યાં જ્ઞાનસ્વભાવમાં વસ્યો ત્યાં સાક્ષાત્ અકર્તા થાય છે. એક ક્ષુલ્લકજી હતા, બહુ ભદ્રિક, અહીંનું સાંભળવા વારે ઘડીએ આવતા; તે બહુ પ્રમોદથી કહેતા- પરથી ખસ, સ્વમાં વસ; ટૂંકુ ને ટચ, આટલું કરે તો બસ. લ્યો, આનું નામ સાક્ષાત્ અકર્તાપણું; એને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર કહો કે ધર્મ કહો -એ બધું આ છે. શું? કે પરને પર અને સ્વને સ્વપણે જાણી, પરથી ખસી સ્વમાં વસવું, જ્ઞાનસ્વભાવમાં વસવું ને તેમાં જ ઠરવું તે સાક્ષાત્ અકર્તાપણું છે. ધર્મી જીવને કમજોરીનો રાગ થતો હોય છે, પણ તે રાગનો જરાય કર્તા થતો નથી, અકર્તા-જ્ઞાતા જ રહે છે.
પ્રવચનસારમાં આવે છે કે ધર્મીને કિંચિત્ રાગનું પરિણમન છે, અને પરિણમનની અપેક્ષાએ એટલું એને કર્તાપણું છે. રાગ કરવાલાયક છે એમ જ્ઞાનીને નથી તેથી દ્રષ્ટિ અપેક્ષાએ તેને અકર્તા કહ્યો; તથાપિ જ્ઞાનની અપેક્ષા ધર્મી જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે તેટલો દોષ છે અને તેટલું કર્તાપણું પરિણમનમાં છે. રાગ ઠીક છે, ભલો છે એમ ધર્મી પુરુષ માનતા નથી, હેય જ માને છે; તોપણ જેટલું પરિણમન છે તેટલું કર્તાપણું છે એમ યથાર્થ જાણે છે. આવી વાત છે.
કોઈને થાય કે ઘડીકમાં કર્તા કહે ને ઘડીકમાં અકર્તા કહે-આ તે કેવી વાત! ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ. રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ નિજ શુદ્ધ આત્માને જાણ્યો-અનુભવ્યો અને ત્યારે રાગ પરજ્ઞેયપણે જણાયો ત્યારે તે સાક્ષાત્ અકર્તા થાય છે અને એનું નામ ધર્મ છે.
જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી જીવ રાગનો પોતે કર્તા છે એમ જાણવું અને ભેદજ્ઞાન થયે સાક્ષાત્ અકર્તા થાય છે.
‘કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ-વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને એમ કહે છે કે -“આત્મા તો