૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ પૂછે છે કે એ જ્ઞાની થયા પહેલાં અજ્ઞાની હતો? તો કહે છે હા, એ અજ્ઞાની જ હતો. ભલે પછી એ દિગંબર સાધુ હોય, હજારો રાણીઓનો ત્યાગી હોય કે બાળબ્રહ્મચારી હોય; જ્યાંસુધી આત્માના જ્ઞાનની એક્તારૂપ ધર્મ ન કર્યો ત્યાંસુધી અજ્ઞાની જ છે.
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે કહો, તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-
[પ્રવચન નંબર પ૮ થી ૬૧ * તારીખ ર૭-૧-૭૬ થી ૩૦-૧-૭૬]