Pravachan Ratnakar (Gujarati). Gatha: 19.

< Previous Page   Next Page >


PDF/HTML Page 330 of 4199

 

ગાથા ૧૯

વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्मं। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।। १९ ।।


कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म।
यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत्।। १९ ।।

નોકર્મ–કર્મે ‘હું’, હુંમાં વળી ‘કર્મ ને નોકર્મ છે’,
–એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.

ગાથાર્થઃ– [यावत्] જ્યાં સુધી આ આત્માને [कर्मणि] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ [च] અને [नोकर्मणि] શરીર આદિ નોકર્મમાં [अहं] ‘આ હું છું’ [च] અને [अहकं कर्म नोकर्म इति] હુંમાં (-આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’- [एषा खलु बुद्धिः] એવી બુદ્ધિ છે, [तावत्] ત્યાં સુધી [अप्रतिबुद्धः] આ આત્મા અપ્રતિબુદ્ધ [भवति] છે.

ટીકાઃ– જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં ‘આ ઘડો છે’ એમ, અને ઘડામાં ‘આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે’ એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીર આદિ બાહૃા વસ્તુઓ-કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે-તેમનામાં ‘આ હું છું’ એમ અને આત્મામાં ‘આ કર્મ-મોહ આદિ અંતરંગ તથા નોકર્મ-શરીર આદિ બહિરંગ, આત્મ-તિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા) પુદ્ગલ-પરિણામો છે’ એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો