૨૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्।
प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि–
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।। २०९।।
આત્મામાં અધિક અશુદ્ધિ માનીને [अतिव्याप्तिं प्रपद्य] અતિવ્યાપ્તિને પામીને, [शुद्ध– ऋजुसूत्रे रतैः] શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા [चैतन्यं क्षणिकं प्रकल्प्य] ચૈતન્યને ક્ષણિક કલ્પીને, [अहो एषः आत्मा व्युज्झितः] આ આત્માને છોડી દીધો; [निःसूत्र– मुक्ता–ईक्षिभिः हारवत्] જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ દોષ લાગશે.” આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (-ક્ષણિક જ-) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપ- દ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.
મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે; જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથી-માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણું તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત્ જે જીવો આત્માને દ્રવ્યપર્યાયરૂપ માનતા નથી-માત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. ૨૦૮.
હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છેઃ- શ્લોકાર્થઃ– [कर्तुः च वेदयितुः युक्तिवशतः भेदः अस्तु वा अभेदः अपि] કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, [वा कर्ता च वेदयिता मा