સમયસાર ગાથા ૩૪પ થી ૩૪૮ ] [ ૨૮પ
कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः।
चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतै–
रात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः।। २०८।।
દેખે-માને છે કે “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે”, તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ દેખવો-માનવો; કારણ કે, વૃત્ત્યંશોનું (પર્યાયોનું) ક્ષણિકપણું હોવા છતાં, વૃત્તિમાન (પર્યાયી) જે ચૈતન્યચમત્કાર (આત્મા) તે તો ટંકોત્કીર્ણ (નિત્ય) જ અંતરંગમાં પ્રતિભાસે છે.
સ્યાદ્વાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય-અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી, પર્યાયદ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય, અને ભોગવે છે અન્ય પર્યાય; જેમ કે- મનુષ્યપર્યાયે શુભાશુભ કર્મ કર્યાં અને તેનું ફળ દેવાદિપર્યાયે ભોગવ્યું. દ્રવ્યદ્રષ્ટિએ જોવામાં આવે તો, જે કરે છે તે જ ભોગવે છે; જેમ કે-મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્યે શુભાશુભ કર્મ કર્યાં, તે જ જીવદ્રવ્યે દેવાદિ પર્યાયમાં પોતે કરેલાં કર્મનું ફળ ભોગવ્યું.
આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ સિદ્ધ હોવા છતાં, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (-વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને) જ વસ્તુ માની ઋજુસૂત્રનયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે ‘જે કરે છે તે જ ભોગવતો નથી-અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથી-અન્ય કરે છે’ , તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી; કારણ કે, પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે; પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે ‘બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું’ . આ રીતે જે કથંચિત્ નિત્યરૂપે અનુભવગોચર છે-સ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [आत्मानं परिशुद्धम् ईप्सुभिः परैः अन्धकैः] આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ- [पृथुकैः] બાલિશ જનોએ (બૌદ્ધોએ) - [काल– उपाधि–बलात् अपि तत्र अधिकाम् अशुद्धिम् मत्वा] કાળની ઉપાધિના કારણે પણ