સમયસાર ગાથા ૩૪પ થી ૩૪૮ ] [ ૨૯૧
જેમ આંખની કીકી સામે નાનકડું તણખલું આવે તો સામે રહેલો મોટો પહાડ પણ દેખાય નહિ; તેમ અરે! એક સમયની પર્યાયની રુચિ-દ્રષ્ટિની આડમાં એણે મહાન પોતાના ચિદાનંદ ચૈતન્ય ભગવાનને દેખ્યો નહિ!
આ દેહ તો ક્ષણિક નાશવંત છે. તેના છૂટવાના કાળે તે અવશ્ય છૂટી જશે. તેની સ્થિતિ પૂરી થયે જીવ બીજે ચાલ્યો જશે. શું કીધું? આ શરીર તો ફૂ થઈ ઉડી જશે ને જીવ બીજે ચાલ્યો જશે. અરે! પણ એ ક્યાં જશે? અરે! એણે આ ભવમાં તીવ્ર લોભ ને માયાના-આડોડાઈના ભાવ કર્યા હશે તો ઢોરમાં-તિર્યંચમાં જશે. આડોડાઈના ભાવના ફળમાં શરીર પણ આડાં તિર્યંચના મળે છે. શું થાય? આવા આવા તો અનંત ભવ એણે કર્યા છે. એક સમયની પર્યાય જેટલો આત્મા નથી, તે ત્રિકાળ નિત્ય વસ્તુ છે-આમ યથાર્થ માન્યું નહિ તેથી મિથ્યાત્વના ભાવ સેવીને તેના ફળમાં તે નરકાદિ ચારગતિમાં રઝળ્યો જ છે. અહા! એક સમયની પર્યાયથી અધિક એવા નિત્યાનંદ સ્વભાવની દ્રષ્ટિ કર્યા વિના તે ચારગતિનાં ઘોરાતિઘોર દુઃખ પામ્યો છે. તેના દુઃખનું કેમ કરીને કથન કરીએ? એ અકથ્ય છે.
અહીં કહે છે-એક સમયની પર્યાયમાં આખી (ત્રિકાળી) ચીજ છે એવું માનીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ માને છે કે-“જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે”- તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ માનવો. ઝીણી વાત ભાઈ! આત્મા બીજે સમયે રહે તો કાળની ઉપાધિના કારણે અશુદ્ધતા આવી જશે એમ માનીને, વર્તમાન સમય જેટલો આત્મા છે એમ જેઓ કલ્પના કરે છે. તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એમ માનવું. ભાઈ! આ વીતરાગ પરમેશ્વરે કહેલું તત્ત્વ આવું છે. પરને-શરીર, મન, વાણી, સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ આદિને-પોતાનું માને એ તો મૂઢ જ છે, પણ એક સમયની પર્યાય જ હું આખો આત્મા છું એમ એકાંતે માને એય મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે; કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, પર્યાયવાન જે ચિત્ચમત્કાર આત્મા છે તે તો નિત્ય શાશ્વત જ અંતરંગમાં પ્રતિભાસે છે. અહાહા...! વસ્તુ તો અંદર નિત્ય જ પ્રકાશી રહી છે.
કરનારી પર્યાય ને ભોગવનારી પર્યાય બીજી-બીજી છે, પણ દ્રવ્ય બીજું નથી. પર્યાયમાં જે આત્માએ રાગ કર્યો તે જ આત્મા તેનું ફળ-દુઃખ ભોગવે છે; બીજી પર્યાયમાં ફળ-દુઃખ ભોગવનારો તે જ આત્મા છે. માટે બીજો કરે છે ને બીજો ભોગવે છે એવી એકાંત માન્યતા જૂઠી છે, મિથ્યા છે.
ભાઈ! સમ્યગ્દર્શનની પર્યાય એક સમયની છે તે ક્ષણિક છે, પરંતુ તેનો જે