સમયસાર ગાથા ૩૪પ થી ૩૪૮ ] [ ૩૦૩ અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો).
અહા! કર્તા-ભોક્તાના વિકલ્પ ઉઠે એ કાંઈ (-પ્રયોજનભૂત) વસ્તુ નથી; એ વિકલ્પ તો રાગ છે, દુઃખ છે. આચાર્ય મહારાજ આદેશ કરીને કહે છે- ‘વસ્તુને જ અનુભવો.’ જો તમારે ધર્મનું પ્રયોજન છે તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વસ્તુ અંદર નિત્ય શાશ્વત છે તેને જ અનુભવો. વળી પોતાના માટે કહે છે- અમને સમસ્તપણે આત્મા એક જ પ્રકાશમાન હો. અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્યના ધ્રુવ નિત્ય પ્રવાહરૂપ એવો જે એક જ્ઞાયકભાવ તે એક જ અમને પ્રકાશમાન હો-એમ ભાવના ભાવે છે.
જેમ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પો આવે તે રાગ છે તેમ કર્તા- ભોક્તાના જે વિકલ્પ છે તે રાગ છે; અને રાગ છે તે હિંસા છે (જુઓ, પુરુષાર્થ- સિદ્ધયુપાય છંદ ૪૪), તે રાગમાં આત્માનું મૃત્યુ થાય છે, રાગ છે તે આત્માનો ઘાતક છે. તેથી કહે છે-કર્તા-ભોક્તા આત્મા હો કે ન હો; તે વિકલ્પોનું અમારે શું કામ છે? અમને તો અંદર અનંત ગુણ-સ્વભાવના રસથી ભરેલો ચૈતન્યચિંતામણિ ભગવાન આત્મા છે તે એકનો જ અનુભવ હો. તે એક જ અમને પ્રકાશમાન હો; કેમકે જન્મમરણના અંતનો આ એક જ ઉપાય છે, બાકી કોઈ ઉપાય નથી.
અહાહા...! પ્રચુર અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા આચાર્ય ભગવાન કહે છે- અમને ‘अभितः’ એટલે સમસ્તપણે એક ચૈતન્યચિંતામણિ પ્રભુ એક આત્મા જ પ્રકાશમાન હો. જુઓ, આ ભાવના!
હવે અત્યારે તો કેટલાક કહે છે- અત્યારે મોક્ષ તો છે નહિ, તો મોક્ષનાં કારણ સેવવાં એના કરતાં પુણ્ય ઉપજાવીએ તો પુણ્ય કરતાં કરતાં વળી ધર્મ-પ્રાપ્તિ થઈ જાય. એમ કે પુણ્ય ઉપજાવીને સ્વર્ગમાં જવાય અને પછી ત્યાંથી સાક્ષાત્ ભગવાનની પાસે જવાય ઇત્યાદિ.
અરે ભગવાન! તું શું કહે છે આ! અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતાં શુદ્ધોપયોગ થાય છે. જેમ ચિંતામણિ રત્ન જે ચિંતવો તે આપે તેમ ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા પોતે છે તેમાં એકાગ્ર થતાં જ તે અતીન્દ્રિય આનંદ આપે છે. ચિત્ચમત્કારમય વસ્તુ તો આવી છે નાથ! તે એકની જ ભાવના કર; અમને તે એકની જ ભાવના છે. કહ્યું ને કે-અમને સમસ્તપણે એક આત્મા જ પ્રકાશમાન હો.
કોઈ બીજા ગમે તે કહે, પુણ્યની ભાવના છે તે મિથ્યાત્વ છે અને તે વડે