Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3323 of 4199

 

૩૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ જીવને સંસાર ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. અહીં આનંદના બાગમાં કેલિ કરનાર ભગવાન આચાર્ય અમૃતચંદ્ર કહે છે-ભગવાન! તું ચૈતન્યચિંતામણિ રત્ન છો; તેમાં જ એકાગ્ર થા, તેમાં જ લીન થા અને તેમાં જ ઠરીને નિવાસ કર; તેથી તને આનંદ થશે.

-આત્મા વસ્તુ છે તે દ્રવ્ય છે. (ચૈતન્યચિંતામણિ માળા)
-તેના ચૈતન્યસ્વભાવમય ગુણો છે તે દોરા સમાન કાયમ નિત્ય છે.
-તે ગુણોના ધરનારગુણી એવા આત્માનો, બધા વિકલ્પોને મટાડી દઈ, અંતર્મુખ
થઈ અનુભવ કરવો તે પર્યાય છે, તે નિર્મળ પર્યાયને મોક્ષનો માર્ગ કહીએ છીએ.

બાકી વર્તમાનમાં થતા પુણ્ય-પાપના અનુભવની ભાવના તે મિથ્યાત્વ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું? -કાંઈ ખબર ન મળે અને કહે- અમે જૈન. પણ બાપુ! વાડાના જૈન તે જૈન નહિ, જૈન તો દ્રવ્યદ્રષ્ટિ વડે સમકિત પ્રગટતાં થવાય છે. આવી વાતુ છે. સમજાણું કાંઈ...?

* કળશ ૨૦૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિન્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ શા માટે કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો.’

આત્મા દ્રવ્ય-પર્યાયનું જોડકું છે. શું કીધું? દ્રવ્ય અને પર્યાય-બે મળીને આખી વસ્તુ આત્મા છે. ત્રિકાળ નિત્ય રહેનારી ચીજને દ્રવ્ય કહે છે, અને તેની પલટતી અવસ્થાને પર્યાય કહે છે. આવી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુ આત્મા છે. દ્રવ્યરૂપે નિત્ય રહેવું અને પર્યાયરૂપે પલટવું -એ બન્ને તેનું સ્વરૂપ છે. તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ કર્તા-ભોક્તાનો ભેદ છે. જે પર્યાય કરે છે તે ભોગવતી નથી, અન્ય ભોગવે છે-એમ ભેદ છે. અને ચિન્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી, અભેદ છે. દ્રવ્ય જે એક પર્યાયમાં કરે છે તે જ બીજી પર્યાયમાં ભોગવે છે-એમ અભેદ છે.

અહીં કહે છે-આમ ભેદ-અભેદ હો; ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ ક્યાં છે? ત્યાં તો વસ્તુનો અનુભવ છે. એ જ કહે છે-આત્માને કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. સમયસાર ગાથા ૧૪૩ માં આવી ગયું કે-આત્મા અબદ્ધ