૩૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ અમને પ્રકાશમાન હો. એમ કે વચ્ચે જરી આ સમયસાર શાસ્ત્રની ટીકા કરવાનો વિકલ્પ થઈ આવ્યો છે, પણ એ અમને પોસાતો નથી. બંધનું કારણ છે ને? તેથી કહે છે -એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપનો જ અનુભવ અમને પ્રકાશમાન હો. અહો! ધર્માત્મા પુરુષોની આવી કોઈ અલૌકિક ભાવના હોય છે. અમે સ્વર્ગમાં જઈએ અને ત્યાંના વૈભવ ભોગવીએ એવી ભાવના તેમને હોતી નથી.
દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; ‘निश्चयेन यदि वस्तु चिन्त्यते’ નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે, ‘कर्तृ च कर्म सदा एकम् इष्यते’ તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે.
જુઓ, આ શું કીધું? કે વ્યવહારિક દ્રષ્ટિથી જ એટલે કે અસત્ દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન કહેવામાં આવે છે. આત્મા કર્તા અને શરીરમાં કામ થાય તે એનું કર્મ - એમ ભિન્ન કર્તા-કર્મ અસત્યાર્થ નામ જૂઠી દ્રષ્ટિથી જ કહેવામાં આવે છે. આ બધા એડવોકેટ દલીલ કરે ને કોર્ટમાં? અહીં કહે છે (એડવોકેટનો) આત્મા કર્તા ને દલીલ એનું કાર્ય -એમ અસત્ દ્રષ્ટિથી જ કહેવામાં આવે છે, એટલે શું? કે એમ છે નહિ, ભિન્ન કર્તા- કર્મ વાસ્તવિક છે નહિ, પણ નિમિત્તની મુખ્યતાથી એમ કહેવામાં આવે છે. ભાઈ! મેં બીજાને સમજાવી દીધા કે દુકાનની વ્યવસ્થા મેં કરી ઇત્યાદિ કહેવું તે વ્યવહારિક દ્રષ્ટિથી- અસદ્ભૂત વ્યવહારથી છે.
નિશ્ચયથી એટલે પરમાર્થ દ્રષ્ટિથી જો વસ્તુને વિચારવામાં આવે તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે. આત્મા કર્તા અને એના જે પરિણામ થાય તે એનું કર્મ એમ નિશ્ચયે અભિન્ન કર્તા-કર્મ છે. ભાઈ! આ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત અહીં સંતોએ જાહેર કરી છે.
અહાહા....! ઇચ્છા વિના જ ભગવાન કેવળીને વાણી છૂટે છે. તે સાંભળી ભગવાન ગણધરદેવ બાર અંગની રચના કરે છે. તે વાણી અનુસાર આ શાસ્ત્ર રચાયું છે. અધુરી દશામાં આચાર્યવરને વિકલ્પ ઉઠયો કે જગતના દુઃખી જીવો આવો (સત્યાર્થ) ધર્મ પામીને સુખી થાય, અને આ શાસ્ત્ર રચાઈ ગયું છે. તેમાં આ કહે છે કે-નિશ્ચયથી અર્થાત્ સત્યાર્થ દ્રષ્ટિથી કર્તા-કર્મ સદા એક ગણવામાં આવે છે, આત્મા કર્તા ને તેનું પરિણામ તે એનું કર્મ છે- આ સત્યાર્થ છે. પણ આત્મા કર્તા