Pravachan Ratnakar (Gujarati). Kalash: 212-213.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3331 of 4199

 

૩૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

(पृथ्वी)
बहिर्लुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम्।
स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते
स्वभावचलनाकुलः किमिह मोहितः किॢश्यते।। २१२।।
(रथोद्धता)
वस्तु चैकमिह नान्यवस्तुनो
येन तेन खलु वस्तु वस्तु तत्।
निश्चयोऽयमपरोऽपरस्य कः
किं करोति हि बहिर्लुठन्नपि ।। २१३।।

હોતો); [इह कर्म कर्तृशून्यम् न भवति] વળી કર્મ કર્તા વિના હોતું નથી, [च वस्तुनः एकतया स्थितिः इह न] તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે); [ततः तद् एव कर्तृ भवतु] માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે). ૨૧૧.

હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[स्वयं स्फुटत्–अनंत–शक्तिः] જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન

છે એવી વસ્તુ [बहिः यद्यपि लुठति] અન્ય વસ્તુની બહાર જોકે લોટે છે [तथापि अन्य–वस्तु अपरवस्तुनः अन्तरम् न विशति] તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, [यतः सकलम् एव वस्तु स्वभाव–नियतम् इष्यते] કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે-) [इह] આમ હોવા છતાં, [मोहितः] મોહિત જીવ, [स्वभाव–चलन–आकुलः] પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, [किम् क्लिश्यते] શા માટે કલેશ પામે છે?

ભાવાર્થઃ– વસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે

નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી, ‘પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે’ એમ માનીને, કલેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. ૨૧૨.

ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[इह च] આ લોકમાં [येन एकम् वस्तु अन्यवस्तुनः न] એક