સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૧૩
વસ્તુ અન્ય વસ્તુની નથી, [तेन खलु वस्तु तत् वस्तु] તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે- [अयम् निश्चयः] એ નિશ્ચય છે. [कः अपरः] આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ [अपरस्य बहिः लुठन् अपि हि] અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં [किं करोति] તેને શું કરી શકે?
શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શક્તી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું. ચેતન-વસ્તુ સાથે એકક્ષેત્રાવગાહરૂપે પુદ્ગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી પુદ્ગલે ચેતનને શું કર્યંું? કાંઈ ન કર્યું.
આ ઉપરથી એમ સમજવું કે-વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી. ૨૧૩.
હવે, એ જ અર્થને દ્રઢ કરતું ત્રીજું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [वस्तु] એક વસ્તુ [स्वयम् परिणामिनः अन्य–वस्तुनः] સ્વયં પરિણમતી અન્ય વસ્તુને [किञ्चन अपि कुरुते] કાંઈ પણ કરી શકે છે- [यत् तु] એમ જે માનવામાં આવે છે, [तत् व्यावहारिक–द्रशा एव मतम्] તે વ્યવહારદ્રષ્ટિથી જ માનવામાં આવે છે. [निश्चयात्] નિશ્ચયથી [इह अन्यत् किम् अपि न अस्ति] આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્ એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી).
ભાવાર્થઃ– એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે ‘અન્ય દ્રવ્યે આ કર્યું’ , તે વ્યવહારનયની દ્રષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્યે કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે; તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શક્તી નથી.