૩૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ સુખદુઃખ આદિ પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય (તે-મય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તાકર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.’
શું કીધું? આને (-જીવને-) જે શુભાશુભભાવ થાય તેના નિમિત્તે પુણ્ય-પાપરૂપ પુદ્ગલદ્રવ્યના પરિણામરૂપ જડ કર્મ બંધાય છે; આ (-જીવ) દયા, દાન, આદિનો શુભરાગ કરે ત્યારે પુણ્યકર્મ બંધાય છે. ત્યાં જીવના પરિણામ નિમિત્ત છે તો જીવ પુણ્ય- પાપ આદિ કર્મ કરે છે એમ વ્યવહારથી કહેવાય છે. એમ છે નહિ હોં; જીવ કર્તા ને પુણ્ય- પાપરૂપ જડ કર્મ એનું કાર્ય એમ છે નહિ, આ તો નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ તેમને કર્તા-કર્મપણાનો વ્યવહાર છે. આવી ઝીણી વાત છે. જેમ સોની કુંડળાદિ કરે છે એમ કહેવાનો વ્યવહાર છે તેમ જીવ જડ કર્મને કરે છે એમ કથનમાત્ર વ્યવહાર છે.
ત્યારે કોઈ પંડિત વળી કહે છે-જીવ પરદ્રવ્યને કરતો નથી એમ જે માને તે દિગંબર નથી.
અરે પ્રભુ! તું શું કહે છે આ? અહીં દિગંબરાચાર્ય સંત મુનિવર શું કહે છે એ તો જો. અહાહા.....! આત્મા પરદ્રવ્યરૂપ જડકર્મને કરે છે એમ કહેવું એ કથનમાત્ર વ્યવહાર છે; કેમકે આત્મા જડકર્મમાં તન્મય થતો નથી, જડકર્મને સ્પર્શતો નથી. તેથી જડકર્મનો એ વાસ્તવિક કર્તા નથી. આવી વાત! સમજાણું કાંઈ....?
કાય-વચન-મન એવાં જે પુદ્ગલપરિણામસ્વરૂપ કરણો તે વડે તે કર્મને કરે છે એમ કહીએ તેય વ્યવહાર છે. ભાઈ! મન-વચન-કાય એ તો પરદ્રવ્યના-પુદ્ગલના પરિણામ છે. તેને આત્મા ક્યાં ગ્રહે છે? જેને અડે પણ નહિ તેને (મન-વચન-કાયને) આત્મા કેવી રીતે ગ્રહે? અને ગ્રહે નહિ તો તે વડે જડકર્મને કરે છે એ વાત ક્યાં રહે છે? (રહેતી નથી). આ તો બાહ્ય નિમિત્ત છે તો નિમિત્તની મુખ્યતાથી ઉપચારથી કહેવાય છે કે મન-વચન-કાયરૂપ કરણો વડે આત્મા કર્મને કરે છે. બાકી આત્મા મન-વચન-કાયને ગ્રહેય નહિ ને તે વડે જડકર્મને કરેય નહિ. આવી વસ્તુસ્થિતિ છે.
વળી પુણ્ય-પાપ આદિ કર્મનું સુખદુઃખ આદિ પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ જે ફળ તેને જીવ વાસ્તવમાં ભોગવતો નથી. જુઓ, અહીં જડકર્મનું ફળ જે બહારના સંયોગો છે તેને જીવ ભોગવતો નથી-એમ કહેવું છે; છતાં ભોગવે છે એમ કહેવામાં આવે તે વ્યવહારનું કથન છે. ભાઈ! કર્મનું ફળ તો આ શરીર, મન, વાણી, ઈન્દ્રિયો ને ધનાદિ બહારની સંપત્તિ છે. એ તો બધાં જડ માટી-ધૂળ છે. એને શું જીવ