સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૧૯ ભોગવે? આ શરીર-હાડ, માંસ ને ચામડાં-એને શું જીવ ભોગવે? કદીય ન ભોગવે. પરદ્રવ્યને હું ભોગવું છું એમ માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. આવું બધું (મિથ્યા) માનેલું બહુ ફેરવવું પડે ભાઈ! જીવ પરદ્રવ્યને ભોગવતો નથી-ભોગવી શકતો નથી કેમકે પરદ્રવ્યમાં તે તન્મય થતો નથી. માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ એને પરદ્રવ્ય સાથે કર્તાકર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.
વ્યાપારરૂપ) એવું જે સ્વપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ અને કર્મફળથી) અનન્ય હોવાથી તન્મય (કર્મમય અને કર્મફળમય) છે; માટે પરિણામ- પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે;.....’
જોયું? ‘હું કુંડળાદિ કરું’ એવી શિલ્પી-સોની આદિની ઇચ્છારૂપ ચેષ્ટાને-રાગ આદિ ભાવને-અહીં સ્વપરિણામાત્મક કર્મ કહ્યું છે. અહીં જીવ પરથી ભિન્ન છે અને પરદ્રવ્યનું કાર્ય કરી શકે નહિ, એમ સિદ્ધ કરવું છે; તેથી જીવે જે રાગ કર્યો તે એનું સ્વપરિણામરૂપી કાર્ય છે એમ કહ્યું છે. અહીં રાગના પરિણામ તે એનું કર્તવ્ય-કરવાયોગ્ય કર્મ છે એ વાત નથી લેવી. અત્યારે તો જે સોની આદિને કુંડળાદિ કરવાના રાગ આદિ ભાવ થયા તે એનું-સ્વભાવથી જે ભ્રષ્ટ છે એવા અજ્ઞાનીનું સ્વપરિણામરૂપ કર્મ છે એમ લેવું છે. સમજાય છે કાંઈ...? અહા! જેને પોતાના ચૈતન્યસ્વભાવનું ભાન નથી, જેને સમ્યક્ત્વાદિ નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ થઈ નથી એવો અજ્ઞાની જીવ સ્વપરિણામસ્વરૂપ રાગ-દ્વેષ આદિ પરિણામને કરે છે-એ નિશ્ચય છે એમ અહીં કહે છે.
મેં આટલા મંદિર કરાવ્યાં ને આટલાં પુસ્તક છપાવ્યાં ને આટલા શિષ્ય કર્યા-એમ બહારનાં કામ કર્યાનું અજ્ઞાની અભિમાન કરે છે ને? અહીં કહે છે-ભાઈ! જરા સાંભળ. એ પરિણામ જે જડમાં ને પરદ્રવ્યમાં થાય છે તેમાં તું તન્મય નથી. એને (-મંદિરાદિને) તું શું કરે? તન્મય થયા વિના કેવી રીતે કરે? પરંતુ એના થવાના કાળે તને જે ઇચ્છા થઈ તેનો ભગવાન! તું અજ્ઞાનભાવે કર્તા છે. જડનો ને પરનો કર્તા નથી. , પણ રાગાદિરૂપ સ્વપરિણામાત્મક જે કર્મ તેનો તું અજ્ઞાનપણે અવશ્ય કર્તા છે. આવી વાત!
અજ્ઞાની જીવ સ્વપરિણામાત્મક કર્મને કરે છે અને દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ