Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3339 of 4199

 

૩૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે. શું કીધું? અજ્ઞાની જીવ રાગનો કર્તા અને રાગનું ફળ જે દુઃખ તેનો તે ભોક્તા છે. એમ તો છે પણ સંયોગી ચીજ જે પૈસા, બાયડી- છોકરાં આબરૂ ઇત્યાદિને તે ભોગવતો નથી. અહીં પોતાના રાગાદિ કર્મને અજ્ઞાની કરે અને તેનું ફળ જે હરખ આદિ તેને ભોગવે, પણ પૈસા, મકાન, સ્ત્રી, ઇત્યાદિ પરદ્રવ્યને ત્રણકાળમાં ભોગવી શકે નહિ-એ મૂળ વાત સિદ્ધ કરવી છે.

જીવ ક્યાંસુધી રાગને કરે છે અને એના ફળને ભોગવે છે? કે જ્યાંસુધી ‘હું એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું’ -એવી દ્રષ્ટિનો અભાવ છે ત્યાંસુધી તે રાગાદિનો કર્તા અને તેના ફળ-દુઃખનો ભોક્તા છે. નિજ ચિદાનંદસ્વરૂપની અંતરમાં દ્રષ્ટિ થતાં તે રાગાદિનો અકર્તા છે અને અભોક્તા છે. આમાં ત્રણ પ્રકારે વાત છે.

૧. અજ્ઞાની જીવ પરમાં જે હરખ-શોકના ભાવ કરે છે તેને ભોગવે છે, પણ

પરદ્રવ્યને-સ્ત્રી, ધન, મકાન ઇત્યાદિને ભોગવતો નથી.

૨. જ્ઞાની જીવને અંતરંગમાં સ્વભાવનું-શુદ્ધ એક જ્ઞાયકભાવનું ભાન થયું છે તેથી

તે સ્વભાવદ્રષ્ટિએ રાગાદિનું કર્તા નથી અને તેનું ફળ જે દુઃખ તેનો ભોક્તા
નથી.

૩. તોપણ જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેટલું પરિણમનની અપેક્ષાએ

કર્તાપણું છે અને ભોક્તાપણુંય છે. આવું બધું ઝીણું છે. જ્ઞાની સ્વભાવની
દ્રષ્ટિની અપેક્ષાએ રાગને કરતો નથી, દુઃખને ભોગવતો નથી. પણ એથી કોઈ
એકાંત પકડીને માને કે જ્ઞાનીને સર્વથા દુઃખ જ નથી તો એમ વાત નથી.
જ્ઞાનીને યત્કિંચિત્ જે રાગ છે તેટલું તે વખતે દુઃખ છે અને તેટલો તે ભોક્તા
પણ છે.

અહીં અત્યારે અજ્ઞાનીની વાત ચાલે છે કે જીવ સ્વપરિણામાત્મક રાગના પરિણામનો કર્તા છે અને તેના ફળરૂપે જે હરખ-શોકના પરિણામ થાય તેનો તે ભોક્તા છે; પણ પરદ્રવ્યનો કર્તા-ભોક્તા નથી.

પણ પુણ્ય-પાપ આદિ ભાવને પુદ્ગલસ્વભાવ કહ્યા છે ને? સમાધાનઃ– હા, કહ્યા છે. સ્વભાવદ્રષ્ટિવંત પુરુષ દ્રષ્ટિની પ્રધાનતામાં તેને (- પુણ્ય-પાપ આદિ ભાવોને) પુદ્ગલસ્વભાવ જાણે છે કેમકે તેઓ સ્વભાવમાં નથી અને સ્વભાવની દ્રષ્ટિમાં-સ્વાનુભૂતિમાં સમાતા નથી, ભિન્ન જ રહી જાય છે. વળી તેઓ પુદ્ગલના-કર્મના ઉદયના લક્ષે પર્યાયમાં થાય છે અને સ્વભાવનું લક્ષ કરતાં નીકળી જાય છે માટે તેમને પુદ્ગલસ્વભાવ કહ્યા છે. પણ અહીં બીજી વાત છે. અહીં તો અજ્ઞાની જીવ પોતે રાગના પરિણામને કરે છે અને તેનું ફળ જે દુઃખ તેને ભોગવે છે કેમકે અજ્ઞાની જીવ પોતાના પરિણામથી તન્મય છે. પરંતુ પરદ્રવ્યની જે પર્યાય