૩૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ આ પ્રમાણે જડમાં જે (દાગીના વગેરે) કાર્ય થાય તેનો કર્તા પરિણામી એવા તે તે જડ પુદ્ગલ પરમાણુઓ છે; તે કાર્યો કર્તા વિના થયાં છે એમ નથી. તેમ જ સોની આદિ જીવ તેનો કર્તા છે એમ પણ નથી. આવી વાત છે! કોઈ (-સોની આદિ) એમ માને કે તે જડનાં કાર્યો મારાથી (-પોતાથી) થયાં છે તો તે મૂઢ અજ્ઞાની છે કેમકે તેની માન્યતા મિથ્યા છે. સમજાણું કાંઈ.....?
આ સોની હથોડા વગેરે સાધનને ગ્રહે છે એમ કહીએ તે વ્યવહાર છે. હથોડો આમ ઊંચો થાય તે પરિણામ છે અને હથોડાના પરમાણુ તેનું પરિણામી દ્રવ્ય છે. માટે હથોડાના પરમાણુ કર્તા ને હથોડાનું ઊંચા થવું તે તે પરમાણુઓનું કાર્ય છે. પરંતુ હથોડો ઊંચો થાય તે સોનીનું કાર્ય નથી, સોની તેનો કર્તા નથી, કેમકે તે સોનીના (-જીવના) પરિણામ નથી. આ પ્રમાણે સમયે સમયે પરમાણુમાં જે પરિણામ થાય તે તેના કાળે તેનાથી થાય છે, તે પરિણામ એની જન્મક્ષણ છે, બીજો કોઈ તેનો કર્તા નથી. આવો જ વસ્તુનો સ્વતંત્ર પરિણમન-સ્વભાવ છે.
અહા! આવી પ્રથમ વસ્તુના પરિણામની સ્વતંત્રતા બેસવી જોઈએ. વસ્તુના પરિણામની સ્વતંત્રતા બેસે તો તે પરના કર્તાપણાથી ખસી હું શુદ્ધ એક જ્ઞાનસ્વભાવી આત્મા છું એમ દ્રષ્ટિ કરે; અને એમ જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે હું જ્ઞાનભાવનો કર્તા છું પણ રાગના-વિકારના જે પરિણામ થાય તેનો હું કર્તા નથી એમ યથાર્થ ભાન થાય છે. અહા! ધર્મી પુરુષ તો રાગ થાય તેનેય માત્ર જાણે જ છે, તેને કરતો નથી. ‘જાણવું’ એ એના પરિણામ છે, પરંતુ રાગ થાય તે એના પરિણામ નથી.
અહો! જેમ શશીનો-ચંદ્રનો સફેદ ઉજ્જ્વળ પ્રકાશ છે તેમ ભગવાન આત્માનો પરમ શુદ્ધ એક જ્ઞાનપ્રકાશ છે. બસ જાણવું એ એનું કાર્ય છે. પણ પરનું કરવું કે તત્સંબંધી રાગ કરવો તે એનું કાર્ય નથી. પરનાં કાર્ય હું કરું એવી માન્યતા તે મિથ્યાત્વ છે; અને રાગનો કર્તા પણ અજ્ઞાની જીવ જ થાય છે. અહીં કહે છે-અજ્ઞાનભાવે જીવ રાગનો કર્તા અને રાગ એનું કાર્ય-એમ ભલે હો; પણ પરનાં કાર્ય જીવ કરે એ ત્રણકાળમાં સત્ય નથી. આ બધા કાર્યકરો ફૂટી નીકળે છે ને? ભૂખ્યાને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું ઇત્યાદિ પરનાં કાર્ય અમે કરીએ છીએ એમ એ કાર્યકરો માને છે ને? અહીં કહે છે-બાપુ! તારી એ માન્યતા મિથ્યા છે કેમકે પરનાં કાર્ય તું (-આત્મા) કરી શકતો જ નથી.
ભાઈ! એકેક પરમાણુ તે તે કાળે થતા પોતપોતાના પરિણામના કર્તા છે અને તે તે પરિણામ તેનું કર્મ છે. આકાશમાં આ પ્લેન ઉડે છે ને? તે તેના ચાલકને લઈને ઉડે છે એમ નથી, તથા પેટ્રોલ આદિ બળતણને લઈને ઉડે છે એમેય નથી. ખૂબ ગંભીર વાત છે ભાઈ! ગતિ કરે એવી પરમાણુમાં સ્વતંત્ર (ક્રિયાવતી) શક્તિ છે. પરમાણુમાં ગતિ