સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૨૩ થાય તે આ શક્તિનું કાર્ય છે. પરમાણુ પોતે જ પોતાની શક્તિથી ગતિનો કર્તા છે. પ્લેનની ગતિનો કર્તા પણ પ્લેનના જે તે પરમાણુઓ છે, પણ પ્લેનનો ચાલક તે ગતિનો કર્તા નથી. અહો! આ તો આચાર્યદેવે ભવ્ય જીવો માટે પરમામૃત ઘોળ્યાં છે. કોઈ આ પરમામૃતનું પાન કરે નહિ અને અજ્ઞાનપૂર્વકનાં વ્રત, તપ આદિ કરવા મંડી પડે તો એ તો રણમાં પોક મૂકવા જેવું છે; અર્થાત્ એથી કાંઈ લાભ નથી; કેમકે તેને તત્ત્વદ્રષ્ટિ નથી.
વળી જે પરિણામ જીવને થાય તેનો તે કર્તા અને તેનો તે ભોક્તા છે; પણ આહાર-પાણી કે ઔષધાદિ અન્ય વસ્તુનો તે ભોક્તા નથી. શિલ્પી-સોની આદિ પોતાના કર્મનું ફળ જે સુખદુઃખ તેને તે ભોગવે છે કેમકે તે તે પરિણામથી તે અનન્ય છે; અને તેથી ત્યાં પરિણામ-પરિણામીભાવથી ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે. આ તો શિલ્પીનો દાખલો કીધો. હવે કહે છે-
‘તેવી રીતે-આત્મા પણ, કરવાનો ઈચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (-રાગાદિ- પરિણામરૂપ અને પ્રદેશોના વ્યાપારરૂપ) એવું જે આત્મપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય (તે-મય) છે; માટે પરિણામ- પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે.’
અજ્ઞાની જીવ, હું મકાન બનાવું ને આ કરું ને તે કરું-એમ ઇચ્છા સહિત વર્તતો થકો, ઇચ્છાના-રાગના પરિણામનો કર્તા થાય છે અને તે પરિણામ તેનું કર્મ બને છે, તથા તે ઇચ્છાનું-રાગનું ફળ જે દુઃખ તેનો તે ભોક્તા છે, પણ મકાન-મહેલ ઇત્યાદિનો તે કર્તાય નથી ને ભોક્તાય નથી. અહીં પરદ્રવ્યથી પોતાના પરિણામ ભિન્ન છે એમ સિદ્ધ કરવું છે. જડની ક્રિયાનો કર્તા ને ભોક્તા જે આત્માને માને તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેમ જીવના શુભાશુભ પરિણામ થાય તેને પરદ્રવ્ય કરે છે એમ માને તેય મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
ભગવાનનાં દર્શન કરતાં જીવને શુભ પરિણામ થાય છે ત્યાં ભગવાનની પ્રતિમાને કારણે એ પરિણામ થાય છે એમ નથી. ભગવાનની પ્રતિમા કર્તા ને એના શુભપરિણામ કાર્ય-એમ નથી. તે શુભપરિણામનો જીવ જ કર્તા છે અને તે પરિણામ જીવનું કર્મ છે. સાક્ષાત્ ભગવાન સમોસરણમાં બિરાજતા હોય ત્યાં આને જે ભક્તિ-સ્તુતિના પરિણામ થાય તે સ્વતંત્ર પોતાથી થાય છે, ભગવાનનું એમાં કાંઈ કાર્ય નથી. ભાઈ! આવું વસ્તુનું સ્વરૂપ કઈ રીતે છે તે જાણ્યા વિના ધર્મ કેવી રીતે થાય?
શુભરાગના ફળમાં જીવ પુણ્ય બાંધીને સ્વર્ગમાં જાય તો ત્યાં સામગ્રીનો પાર