૩૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ થાય છે એમ ત્યાં કહ્યું છે; રાગ થવાના કાળે સ્વસન્મુખતા નથી; બાકી રાગના પરિણામ જે થાય છે તે તો પરિણામી જીવના આશ્રયે થાય છે અર્થાત્ તે પરિણામ જીવની (પર્યાયની) સત્તામાં થાય છે, પરની સત્તામાં થતા નથી એમ અહીં કહેવું છે. વિકાર પરને આશ્રયે થાય છે એમ કહ્યું ત્યાં ‘પરનો આશ્રય’ એટલે પરસન્મુખતા સમજવી; અને વિકાર પરિણામી એવા આત્માના આશ્રયભૂત છે એમ કહ્યું ત્યાં વિકાર આત્માની સત્તામાં થાય છે, પરની સત્તામાં નહિ એમ સમજવું. અહીં કહ્યું ને કે–‘सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति’ પુણ્ય-પાપ આદિ ભાવ પરિણામી એવા જીવના આશ્રયે અર્થાત્ જીવની સત્તામાં થાય છે, તે પરિણામ પરથી વા પરની સત્તામાં થતા નથી.
અહીં તો પરિણામ આત્મામાં આત્માથી જ થાય છે એમ સિદ્ધ કરવું છે. પરિણામ કહેતાં વર્તમાન પર્યાય તે પરિણામી વસ્તુ-દ્રવ્યના આશ્રયે જ થાય છે. પરિણામનો આશ્રય પરિણામી જ છે, અન્ય નહિ; પરિણામને અન્યદ્રવ્ય કરે એમ નહિ. આવી વાત! અહો! કેવળીના કેડાયતીઓ એવા દિગંબર સંતોએ કેવળીના મારગને યથાતથ્ય પ્રસિદ્ધ કરીને જગતને ન્યાલ કરી દીધું છે. આ દુકાને બેઠો હોય ને હું ખૂબ પૈસા કમાઉં એમ વેપારી તૃષ્ણા કરે ને? એ તૃષ્ણાના પરિણામ, અહીં કહે છે, પરિણામી જીવના (વેપારીના) આશ્રયભૂત છે અર્થાત્ જીવ જ એનો કર્તા છે, અન્ય (કર્મ) નહિ; તથા તે કાળમાં પૈસા- ધૂળ જે આવે તે, તે તે પુદ્ગલ-રજકણોનું કાર્ય છે, જીવનું (વેપારીનું) નહિ. અહો! પરનું હું કરી શકું છું એવો અજ્ઞાનીનો મિથ્યા અભિપ્રાય મટાડનારો આ ગજબનો સિદ્ધાંત સંતોએ જાહેર કર્યો છે.
કહે છે-ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. ગજબ વાત છે ભાઈ! અહીં તો કહે છે-કોઈ દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું જ નથી તો તે બીજાનું કર્મ કઈ રીતે કરે? માટે પરિણામીનું જ પરિણામ છે. એમ તો પરિણામ પરિણામનું છે, પરિણામીનું નહિ. ખરેખર તો પરિણામનો કર્તા પરિણામ પોતે છે, દ્રવ્ય તેનું કર્તા નથી. પણ અહીં તો પરદ્રવ્યથી ભિન્ન લેવું છે ને? તો કહ્યું કે-પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ; કારણ કે અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો અર્થાત્ અન્યના પરિણામ અન્યદ્રવ્યની સત્તામાં થતા નથી; અર્થાત્ અન્યદ્રવ્યના પરિણામમાં અન્યદ્રવ્ય પ્રવેશતું નથી. આવી વાત! સમજાય છે કાંઈ.....?
હવે કહે છે- ‘इह कर्म कर्तृशून्यम् न भवति’ વળી કર્મ કર્તા વિના હોતું નથી, ‘च वस्तुनः एकतया स्थितिः इह न’ તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્