૩૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પૂરતો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ તો જાણવા માટે છે. ભાઈ! એક સમયની અવસ્થા અસહાયપણે પરના-નિમિત્તના કર્યા વિના જ સ્વતંત્ર થાય છે એમ જેને સ્વીકાર નથી તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યગુણને કેવી રીતે સ્વીકારશે? અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના સ્વીકાર વિના તેને અંતર્દ્રષ્ટિ કેમ થાય? ન થાય.
પામે નહિ પરમાર્થને રહે ભ્રાંતિમાં સ્થિતિ.
ભાઈ! એ તો ઉપાદાનના નામે જેને એકાંત નિશ્ચયાભાસ છે એની વાત છે, ઉપાદાનનું નામ લઈને, જે અંતર-એકાગ્રતા તો કરતો નથી અને ધર્મીને હોય છે એવાં બાહ્ય સાધનોને ઉથાપે છે એવા સ્વચ્છંદી જીવને, કહે છે, પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. હવે આમાં નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ ક્યાં વાત છે? અહીં તો ધર્મીને હોય છે એવા બાહ્ય સાધનનો જે સર્વથા ઈન્કાર કરે છે એની વાત છે કે-એવો સ્વચ્છંદી જીવ મોક્ષમાર્ગને પામતો નથી.
ભાઈ! નિમિત્ત એક ચીજ છે ખરી; તેનો ઈન્કાર કરે તેય અજ્ઞાન છે અને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ માને તેય ભ્રાન્તિ છે, અજ્ઞાન છે. સમજાણું કાંઈ....?
તો નિયમસારમાં તો એમ આવે છે કે-કાળદ્રવ્ય વિના દ્રવ્યોમાં પરિણમન ન થાય-આ કેવી રીતે છે?
સમાધાનઃ– બાપુ! એ તો ત્યાં કાળદ્રવ્ય (નિમિત્ત) સિદ્ધ કરવું છે, દ્રવ્યોનું પરિણમન સિદ્ધ કરવું નથી. દ્રવ્યોમાં પ્રતિસમય પર્યાયરૂપ પરિણમન થાય એ તો એનો સહજ સ્વભાવ છે, કાંઈ કાળદ્રવ્યના કારણે પરિણમન થાય છે એમ નથી. હા, પણ કાળદ્રવ્ય તેમના પરિણમનમાં નિમિત્ત છે, તો નિમિત્તને હેતુ બનાવી ત્યાં કાળદ્રવ્ય સિદ્ધ કર્યું છે. બસ આટલી વાત છે. બાકી પરજ્ઞેય સાથે જે પોતાનો પારમાર્થિક સંબંધ માને છે તે ભ્રાન્ત મોહી જીવ છે અને તે જગતમાં વૃથા કલેશને જ પામે છે. આવી વાત છે.
ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છેઃ-