સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૪૯ હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી અપોહક (અર્થાત્ ત્યાગ કરનાર) કોઈનો નથી, અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે’ -એ વ્યવહારકથન છે; ‘આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે’ -એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘અપોહક અપોહક જ છે’ -એ નિશ્ચય છે.)
હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છેઃ-
જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (- ભીંત આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (- ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.
વળી (જેવી રીતે જ્ઞાનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે દર્શનગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ- જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત- આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત