૩પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત- આદિ પરદ્રવ્યને પોતાના (-ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.
વળી (જેવી રીતે જ્ઞાન-દર્શન ગુણોનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે ચારિત્રગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ- જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત- આદિ પરદ્રવ્યને, પોતાના (-ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોહનસ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનદર્શનગુણથી ભરેલા પર-અપોહનાત્મક (-પરના ત્યાગસ્વરૂપ) સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.
એ રીતે આ, આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર છે. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર સમજવો.
ભાવાર્થઃ– શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો; કારણ કે પરદ્રવ્યને