Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3376 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩પ૭

કાંઈ સાધ્ય નથી, તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે.’

અહાહા...! પૂછે છે કે-ચેતયિતા રાગનો, પુદ્ગલાદિનો નથી તો કોનો છે? તો કહે છે-ચેતયિતાનો જ ચેતયિતા છે, જાણનારનો જ જાણનાર છે. હા, પણ જાણનારનો જાણનાર કહ્યો ત્યાં તો એ બે થયા; તો એ બે કોણ છે? તો કહે છે-બે નથી, પરંતુ એ બે એક ચેતયિતાના-જાણનારના જ સ્વ-સ્વામીરૂપ અંશો છે.

અહો! દિગંબર સંતોએ પરમાર્થને જાહેર કર્યો છે. ભાઈ! તું રાગનો હું કર્તા એમ માન એ તો ક્યાંય રહી ગયું; અહીં તો રાગને હું જાણું એમ કહીએ એ વ્યવહાર છે અને જાણનારનો જ જાણનાર છે એમ કહીએ એય સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે-એમ કહે છે. અહાહા...! જાણનારનો હું જાણનાર છું એવો જે ભેદ પડે એય વ્યવહાર છે અને એવા સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. અહાહા....! જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. આવા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે જે ધર્મનું પહેલું પગથિયું છે. બાપુ! શુદ્ધ જ્ઞાયકની દ્રષ્ટિ વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના આ તારાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ બધી રાગની ક્રિયાઓ રણમાં પોક મૂકવા જેવી છે. સમજાણું કાંઈ...?

ભાઈ! તારું અસ્તિત્વ એક જ્ઞાનસ્વરૂપ છે. રાગનું કરવું એ તો એમાં છે નહિ પણ જ્ઞાનના અસ્તિત્વમાં રહીને તું રાગને જાણે એમ કહીએ એય વ્યવહાર છે, ઉપચાર છે. જૈન પરમેશ્વરનું કહેલું તત્ત્વ ખૂબ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ! અહીં તો જાણનારને જાણું છું એવો જે ભેદ પડે એય, કહે છે, વ્યવહાર છે અને એવા સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહારથી એને કાંઈ લાભ નથી, અર્થાત્ એવા ભેદરૂપ વ્યવહારના લક્ષે એને સમ્યગ્દર્શન થતું નથી. અહીં તો જ્ઞાયક જ્ઞાયક જ છે-એ પરમાર્થ છે; અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકની અંતર્દ્રષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે અને આ જ કર્તવ્ય છે, ધર્મ છે. આ સિવાય બીજું બધું (રંગ- રાગ-ભેદનું) કરવું અને જાણવું તું માન એ બધું મિથ્યાદર્શન છે.

અહાહા....! સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ’ -એવી એક સંબંધશક્તિ આત્મામાં છે. એટલે શું? પોતાનો ભાવ-પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-તે પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સ્વભાવમાત્ર સંબંધશક્તિ જીવમાં છે. પરંતુ સ્વ-સ્વામીઅંશરૂપ ભેદ એમાં નથી. ઝીણી વાત છે પ્રભુ! સ્વભાવમાત્ર વસ્તુમાં છે-સ્વ-સ્વામીઅંશરૂપ ભેદ નથી. અહીં કહે છે-જાણનારનો જાણનાર છે એવા વ્યવહારરૂપ ભેદથી તને શો લાભ છે? એમ કે ભેદના લક્ષે તને રાગ જ