સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૭૩ તથ્ય પ્રમુખરૂપથી બધાની સામે બહાર આવ્યું છે ત્યારથી એક બે વિદ્વાનો તરફથી કેવળજ્ઞાનના વિષયમાં શંકા ઉપસ્થિત કરવામાં આવી છે. તેમના મનમાં એવું શલ્ય છે કે કેવળજ્ઞાનને સર્વ દ્રવ્યો અને તેની સર્વ પર્યાયોનું જ્ઞાતા માની લેવાથી સર્વ દ્રવ્યોની પર્યાયો ક્રમબદ્ધ સિદ્ધ થઈ જશે. પરંતુ તેઓ આમ થવા દેવા ચાહતા નથી, જેથી તેઓ કેવળજ્ઞાનના સામર્થ્ય ઉપર ઉક્ત પ્રકારની શંકાઓ કરવા લાગ્યા છે. પરંતુ તેઓ આવી શંકા કરતી વેળા એ ભૂલી જાય છે કે જૈનધર્મમાં તત્ત્વપ્રરૂપણાનો આધાર જ કેવળજ્ઞાન છે.”
ભાઈ! ‘સ્વામી કાર્તિકેય-અનુપ્રેક્ષા’ માં સ્પષ્ટ કહ્યું છે કે જે દ્રવ્યની જ્યાં જે ક્ષેત્રે, જે કાળે જે પર્યાય, જે રીતે, જે પ્રકારે થવાની હોય ત્યાં તે કાળે તે જ થાય છે; અને આવું જે માને તે સમ્યગ્દ્રષ્ટિ છે. આડી-અવળી થાય, વા આનાથી આ થાય-એવું માને તે કુદ્રષ્ટિ છે.
અહીં કહે છે-પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા જ્ઞાનગુણના સ્વભાવથી ભરેલો ચેતયિતા છે તે જ્ઞાનસ્વભાવે ઉપજે છે. અહાહા....! આત્મા કેવળજ્ઞાનની પર્યાયે ઉપજે છે ત્યાં પરદ્રવ્ય-લોકાલોક આખું-નિમિત્ત છે, પણ લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. તથા લોકાલોક પરિણમે છે તેને કેવળજ્ઞાન નિમિત્ત છે, પણ કેવળજ્ઞાનની પર્યાય છે માટે લોકાલોક પરિણમે છે એમ નથી. અરસપરસ બન્ને નિમિત્ત છે, પણ ત્યાં કર્તાકર્મભાવ નથી. બન્ને પરસ્પર અનુકૂળ સાથે રહેલ છે, બસ. આત્મસિદ્ધિમાં શ્રીમદે કહ્યું છે કે-
એકાન્તે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.
બન્ને સાથે રહેલ છે. એનો અર્થ શું? કે આનાથી આ છે એમ નથી. દ્રવ્ય- સંગ્રહની ગાથા ૪૭ માં આવે છે કે-નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ-બન્ને ધ્યાનમાં પ્રગટ થાય છે. હવે એમાં વ્યવહાર પહેલો ને નિશ્ચય પછી એમ છે જ ક્યાં? સ્વરૂપની દ્રષ્ટિ ને રમણતા થતાં નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે અને ત્યારે તે જ કાળે જે રાગ બાકી રહ્યો છે તેને આરોપ કરીને વ્યવહારથી વ્યવહારમોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ પ્રમાણે નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે વિદ્યમાન છે. વ્યવહારનો રાગ જે તે કાળે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે.
હમણાં હમણાં કોઈ પંડિતો સ્વીકારવા લાગ્યા છે-એમ કે સોનગઢવાળાઓ નિમિત્ત માનતા નથી એમ નથી, નિમિત્ત છે, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ કાર્ય થાય છે એમ માનતા નથી. હા, ભાઈ! એમ જ છે. જ્ઞાનની પરિણતિ થાય ત્યાં