૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ લક્ષે-સ્વભાવ તરફના પુરુષાર્થથી રાગથી ભેદ કરી ભેદજ્ઞાનવડે અવિચળ અનુભૂતિને પામે છે-‘ते एव’ તે જ પુરુષો ‘मुकुरवत’ દર્પણની જેમ ‘प्रतिफलननिमग्नानंतभावस्वभावैः’ પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી ‘संततं’ નિરંતર ‘अविकाराः स्युः’ વિકાર રહિત હોય છે.
શું કહે છે એ? કે અનુભૂતિની-જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાયમાં પોતામાં પ્રતિબિંબિત થયેલા એ (અનંત ભાવોના-જ્ઞેયોના સ્વભાવ) જાણવામાં આવ્યા; શરીરની પર્યાય, વાણીની પર્યાય રાગની પર્યાય-એમ બધા અનંત ભાવો જ્ઞાનની પર્યાયમાં પોતપોતાના કારણે જાણવામાં આવ્યા, એ જ્ઞેયોનું જ્ઞાન થયું પણ જ્ઞેયો સંબંધી વિકાર થયો એમ નથી. એ જ્ઞેયોનું જ્ઞાન નિર્વિકારી છે. જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી (ભેદવિજ્ઞાની પુરુષો) રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. એ જ્ઞાનની પર્યાયનું પોતાનું સહજ સામર્થ્ય છે. તેથી સ્વને અને પરને પોતાના અસ્તિત્વમાં જાણે છે. તેથી એમાં રાગને જાણે, શરીરને જાણે માટે એ પરજ્ઞેયના કારણે અહીં (જ્ઞાનમાં) વિકાર થાય-એમ નથી. અનંત જ્ઞેયોના સ્વભાવને જાણે છતાં નિરંતર તેઓ વિકાર રહિત છે.
[પ્રવચન નં.ઃ ૬૧-૬૨ * દિનાંકઃ ૩૦-૧-૭૬ અને ૩૧-૧-૭૬]