ગાથા-૧૯] [ પ૯ સ્વથી અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે એટલે મહાપુરુષાર્થથી જ્યારે આ અનુભૂતિ (જ્ઞાન) રાગનું લક્ષ છોડીને સ્વદ્રવ્યના-જ્ઞાયકના લક્ષે જાય છે ત્યારે ભેદવિજ્ઞાન જેનું મૂળ છે એવી આત્માની અનુભૂતિ ઉત્પન્ન થાય છે.
‘ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે’-એમ કેમ કહ્યું? તેનું સમાધાનઃ કોઈ એમ કહે કે રાગની ઘણી મંદતા કરતાં કરતાં (એટલે શુભભાવ કરતાં કરતાં) અનુભૂતિ થાય તો એ વાત બરાબર નથી. પરંતુ રાગ અને આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને, રાગનું લક્ષ છોડી પ્રજ્ઞા-છીણી એટલે જ્ઞાનની પરિણતિ વડે આત્મા અને રાગાદિ બંધને છેદી નાખવા-જુદા પાડવા. જેને આવું ભેદજ્ઞાન થાય તે આવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે. ભગવાન આત્માની અનુભૂતિનું મૂળ કારણ ભેદજ્ઞાન કહ્યું છે પણ વ્યવહાર સાધન-શુભરાગને આત્માનુભૂતિનું કારણ કહ્યું નથી. જુઓ, આમાં વ્યવહાર સાધન-શુભરાગનો નિષેધ આવી જાય છે.
ભાઈ! આ તો ધીરાનાં કામ છે. પહેલાં વિકલ્પ દ્વારા લક્ષમાં, પ્રતીતિમાં તો લે કે અંતરનો અનુભવ ભેદવિજ્ઞાનના કારણે થાય છે, પરથી ભિન્ન પડવાના કારણે થાય છે. પર કે જેનાથી જુદું પડવું છે એનાથી અનુભૂતિ થાય? (ન જ થાય.) રાગાદિ જે ક્રિયા, ભલે તે પંચમહાવ્રતાદિ હોય, એનાથી તો જુદું પડવું છે. હવે જેનાથી જુદું પડવું છે એ (રાગાદિ) અહીં સાધન કેમ થાય? (ન થાય) વસ્તુની સ્થિતિ જ આવી છે, ભાઈ! ઘણું ગંભીર તત્ત્વ ભર્યું છે. વળી કેટલાક એમ કહે છે કે-રાગની મંદતારૂપ શુભોપયોગ છેલ્લો (અનુભવ પહેલાં) તો હોય છે ને? (ભલે) એનાથી જુદું, પણ શુભોપયોગ એટલું તો સાધન થયું ને? અશુભ ઉપયોગ હોય ને ભેદજ્ઞાન થાય એમ બનતું નથી માટે અશુભ- ઉપયોગ સાધન ન થાય, પણ શુભ-ઉપયોગ તો સાધન ખરું ને? (ઉત્તર) છેલ્લો જે શુભોપયોગ હોય તેનાથી તો જુદું પડવાનું છે તો (જુદા પાડવામાં) શુભોપયોગે શું મદદ કરી? (કાંઈ જ નહિ) એ શુભરાગના કાળે રાગથી જે ભેદજ્ઞાન તે અનુભૂતિનું કારણ થાય છે પણ રાગને લઈને અનુભૂતિ થાય છે એમ નથી.
પ્રશ્નઃ–‘भेदविज्ञानमूलाम्’ એમ લખ્યું છે ને? ભેદવિજ્ઞાન જેનું મૂળ કારણ છે. (બીજું શુભોપયોગ ઉત્તર કારણ?) એટલે એમ બે કારણથી કાર્ય થાય છે. અષ્ટસહસ્ત્રીમાં (તત્ત્વાર્થસૂત્રની ટીકામાં) બે કારણ આવે છે ને?
ઉત્તરઃ–એ તો બીજું હોય એનું જ્ઞાન કરાવ્યું છે. બાકી અહીં તો રાગથી ભેદજ્ઞાન કરવું (એ એક જ) અનુભૂતિની ઉત્પત્તિનું કારણ છે એમ કહ્યું છે. છેલ્લો શુભરાગ હતો માટે એનાથી કાંઈક મદદ થઈ-એમ નથી.
હવે કહે છે-જે પુરુષો કોઈપણ પ્રકારે પોતાથી અથવા પરના ઉપદેશથી અંતઃસ્વભાવના