Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3430 of 4199

 

સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૧૧ વળી રાગદ્વેષાદિ જડ વિષયોમાં પણ નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે. -આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-

* ગાથા ૩૬૬ થી ૩૭૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે.’

જુઓ, શું કીધું? કે આધારનો નાશ થતાં આધેયનો નાશ થાય જ છે. જેમકે દીવો આધાર છે, ને પ્રકાશ તેનું આધેય છે; તેથી જો દીવાનો નાશ થાય તો આધેય જે પ્રકાશ તેનો નાશ થાય જ છે. વળી આધેય હણાતાં આધાર હણાય જ છે, જેમકે આધેય જે પ્રકાશ તે હણાતાં દીવો હણાય જ છે. હવે કહે છે-

‘વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ દીવાનો ઘાત થતાં ઘટ-પ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટ- પ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો).’

જુઓ, આ તમારે નવરાત્રમાં ઘડો કોરીને અંદર દીવો મૂકે છે ને? અહીં કહે છે-બહાર ઘડાનો નાશ થતાં અંદર રહેલા દીવાનો નાશ થતો નથી; અને અંદર દીવાનો નાશ થતાં એટલે કે દીવો ઓલવાઈ જતાં કાંઈ ઘડાનો નાશ થતો નથી. કેમ એમ? કેમકે પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે, ને દીવામાં દીવાના ગુણો છે. ઘડો અને દીવો બન્ને ભિન્ન ભિન્ન ચીજો છે; બે વચ્ચે વાસ્તવિક આધાર- આધેય સંબંધ નથી.

જુઓ અહીં બે વાત કરીઃ-

૧. દીવાનો નાશ થતાં પ્રકાશનો નાશ થાય છે, ને પ્રકાશનો નાશ થતાં દીવાનો

નાશ થાય છે.

૨. ઘડાનો નાશ થતાં અંદર રહેલા દીવાનો નાશ થતો નથી, ને અંદર રહેલા

દીવાનો નાશ થતાં ઘડાનો નાશ થતો નથી. આ પ્રમાણે દ્રષ્ટાંત વડે ન્યાય
કહ્યો.

હવે, આત્માના ધર્મો-દર્શન ‘જ્ઞાન અને ચારિત્ર-પુદ્ગલદ્રવ્યનો ઘાત થવા છતાં