૪૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
नान्यद्र्रव्यं वीक्ष्यते किञ्चनापि।
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २१९।।
किञ्चित् न] વસ્તુત્વમાં મૂકેલી (-સ્થાપેલી, એકાગ્ર કરેલી) દ્રષ્ટિ વડે જોતાં (અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં, તે રાગદ્વેષ કાંઈ જ નથી (-દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી). [ततः सम्यग्द्रष्टिः तत्त्वद्रष्टया तौ स्फुटं क्षपयतु] માટે (આચાર્યદેવ પ્રેરણા કરે છે કે) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ તત્ત્વદ્રષ્ટિ વડે તેમને (રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, [येन पूर्ण–अचल–अर्चिः सहजं ज्ञानज्योतिः ज्वलति] કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
પરિણામ) થાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ) કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મનો નાશ થઈ કેવળજ્ઞાન ઊપજે છે. ૨૧૮.
‘અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શક્તું નથી’ એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [तत्त्वद्रष्टया] તત્ત્વદ્રષ્ટિથી જોતાં, [राग–द्वेष–उत्पादकं अन्यत् द्रव्यं किञ्चन अपि न वीक्ष्यते] રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, [यस्मात् सर्व–द्रव्य–उत्पत्तिः स्वस्वभावेन अन्तः अत्यन्तं व्यक्ता चकास्ति] કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે,
ભાવાર્થઃ– રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શક્તું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણપર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ૨૧૯.
જ્ઞાન અને જ્ઞેય તદ્ન ભિન્ન છે, આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં નથી-એમ જાણતો હોવાથી સમ્યગ્દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી;