સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૦૯
तौ वस्तुत्वप्रणिहितद्रशा द्रश्यमानौ न किञ्चित्।
सम्यग्द्रष्टिः क्षपयतु ततस्तत्त्वद्रष्टया स्फुटं तौ
ज्ञानज्योतिर्ज्वलति सहजं येन पूर्णाचलार्चिः।। २१८।।
થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો જોઈએ). આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી એમ અમે સમ્યક્ પ્રકારે દેખીએ છીએ (-માનીએ છીએ); કારણ કે જો એમ ન હોય તો, અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી.)
(પ્રશ્નઃ–) જો આમ છે તો સમ્યગ્દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? (ઉત્તરઃ–) કોઈ પણ કારણે થતો નથી. (પ્રશ્નઃ–) તો પછી રાગની કઈ ખાણ છે? (ઉત્તરઃ–) રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે); માટે તે રાગદ્વેષમોહ, વિષયોમાં નથી કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યગ્દ્રષ્ટિમાં (પણ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ, વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દ્રષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ) છે જ નહિ.
ભાવાર્થઃ– આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પુદ્ગલદ્રવ્ય હણાતું નથી; વળી પુદ્ગલદ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યગ્દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગદ્વેષમોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઊપજે છે; જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ થાય ત્યારે તેઓ ઊપજતા નથી. આ રીતે રાગદ્વેષમોહ પુદ્ગલમાં નથી તેમ જ સમ્યગ્દ્રષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ. પર્યાયદ્રષ્ટિથી જોતાં જીવને અજ્ઞાન-અવસ્થામાં તેઓ છે, એ પ્રમાણે જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इह ज्ञानम् हि अज्ञानभावात् राग–द्वेषौ भवति] આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે; [वस्तुत्व–प्रणिहित–द्रशा द्रश्यमानौ तौ