સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૧૯
ભાઈ! સ્વરૂપની સમજણ કર્યા વિના આવા ભૂંડા હાલ થાય બાપા! એ તો દોલતરામજીએ પણ છહઢાલામાં કહ્યું છે -
ભાઈ! હમણાં જ ચેતી જા, નહિતર.... ... (એમ કે નહિ ચેતે તો સ્વરૂપની સમજણ વિના અનંતકાળ તીવ્ર દુઃખમાં રખડવું પડશે).
‘આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન- જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પુદ્ગલદ્રવ્ય હણાતું નથી; વળી પુદ્ગલદ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી.’
જીવને જે પુણ્ય-પાપના પરિણામ થાય છે તે અજ્ઞાનમય પરિણામ છે, કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી. તે અજ્ઞાનમય પરિણામરૂપ રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર-ગુણોનો ઘાત થાય છે. તે ગુણો હણાતાં છતાં, કહે છે, અચેતન પુદ્ગલદ્રવ્યનો ઘાત થતો નથી. અહાહા....! આત્માના ગુણોનો ઘાત થવા છતાં બહારમાં શરીરની ક્રિયાનો ઘાત થઈ જાય કે વ્રતાદિ વિકલ્પનો નાશ થઈ જાય એમ છે નહિ-એમ કહે છે.
વળી પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં આત્માના ગુણોનો ઘાત થતો નથી. શું કીધું? પુદ્ગલદ્રવ્ય નામ શરીરાદિની ક્રિયા ને વ્રતાદિના વિકલ્પનો ઘાત થતાં જીવના દર્શન-જ્ઞાન- ચારિત્ર-ગુણોનો નાશ થતો નથી. માટે, કહે છે, જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી. આ વ્રત, તપ, દયા, દાન આદિ બધા પુદ્ગલના પરિણામ છે; તેમાં આત્માના કોઈ ગુણો નથી. હવે કહે છે-
‘આવું જાણતા સમ્યગ્દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી.’ અહાહા....! પરદ્રવ્યમાં પોતાના કોઈ ગુણો નથી એવું જાણતા સમ્યક્દ્રષ્ટિને, પરમાં દ્રષ્ટિ નહિ હોવાથી, અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. વ્રતાદિ રાગની ક્રિયામાં પણ એને રાગ-પ્રેમ થતો નથી. લ્યો, આવી વાત! હવે કહે છે-
‘રાગ-દ્વેષ-મોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉપજે છે; જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ થાય ત્યારે તેઓ ઉપજતાં નથી. આ રીતે રાગદ્વેષમોહ પુદ્ગલમાં નથી તેમ જ સમ્યગ્દ્રષ્ટિમાં પણ નથી, તેથી