Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3444 of 4199

 

સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૨પ એક ટકો પણ કર્મનું કારણ નથી, સો એ સો ટકા રાગદ્વેષનો ઉત્પાદક અજ્ઞાની જીવ પોતે (અશુદ્ધ ઉપાદાન) છે.

સ્ત્રી પ્રત્યેનો રાગ થયો તેનું સ્ત્રી કારણ નથી, એક ટકોય કારણ નથી. પૈસાના કારણે પૈસાની મમતા થઈ છે એમ જરાય નથી; કોઈએ ગાળ દીધી માટે એના પ્રતિ રોષ- દ્વેષ થયો છે એમ છે નહિ. ભાઈ! પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે, ને જડકર્મનો ઉદય જડમાં આવે છે; તેમાં તારે શું? અન્યદ્રવ્યના ને જડકર્મના કારણે તને રાગદ્વેષ થાય એમ જરાય નથી.

કોઈ વળી કહે છે-કર્મના ઉદયનું નિમિત્ત આવે તો વિકાર કરવો જ પડે. અરે! અજ્ઞાનીઓને તો આવી વાત અનાદિ ગળથુથીમાં જ મળી છે. પણ એમ નથી ભાઈ! અમે તો પહલેથી ‘૭૧ની સાલથી કહીએ છીએ કે કર્મ વિકાર કરાવે છે એમ બીલકુલ નથી. આચાર્યદેવ પણ એ જ કહે છે કે-જડકર્મ તને વિકાર કરાવે છે એવું અમને જરાય દેખાતું નથી. શું થાય? તને દેખાય છે એ તારી મિથ્યા ભ્રમરૂપ દ્રષ્ટિ છે.

અહા! રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી; કેમ? કેમકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. શું કીધું? પ્રત્યેક દ્રવ્યમાં પોતાના સ્વભાવથી જ પર્યાયની ઉત્પત્તિ થાય છે. જીવને રાગદ્વેષની ઉત્પત્તિ હો કે ધર્મની-વીતરાગતાની ઉત્પત્તિ હો, તે તે પયાર્યની ઉત્પત્તિ તે, તે તે પયાર્યનો સ્વભાવ છે; સ્વભાવથી જ તે તે પર્યાયની ઉત્પત્તિ થાય છે. વિકાર થાય છે તે પણ પોતાની સ્વ-પર્યાયના પોતાના સ્વભાવથી જ થાય છે, કર્મથી પરદ્રવ્યથી બીલકુલ નહિ. અહીં વિકારી પર્યાયને પણ સ્વતંત્ર સિદ્ધ કરી છે. પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં કહ્યું છે કે વિકાર પોતાના ષટ્કારકોથી પોતાની પર્યાયમાં થાય છે, તેમાં પરકારકોની કોઈ અપેક્ષા નથી. પર્યાયમાં મિથ્યાત્વનો ભાવ થાય છે તેમાં દર્શનમોહનીય કર્મનો ઉદય કારણ નથી, વિષયવાસનાના ભાવ થાય તે વેદકર્મના ઉદયના કારણે થાય છે એમ નથી, તથા પર્યાયમાં ક્રોધાદિ ભાવ ઉપજે તે ચારિત્રમોહના ઉદયના કારણે ઉપજે છે એમ નથી; કેમકે સર્વ દ્રવ્યોની પર્યાયની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થાય છે. આવી વાત છે.

કોઈ વળી કહે છે- રાગદ્વેષ જો કર્મથી ન થાય તો તે જીવનો સ્વભાવ થઈ જશે અને તો તે કદીય મટશે નહિ.

ભાઈ! રાગદ્વેષ છે એ કાંઈ જીવનો ત્રિકાળી સ્વભાવ નથી. જીવના ત્રિકાળી સ્વભાવમાં શુદ્ધ એક ચૈતન્યભાવમાં, જ્ઞાયકભાવમાં રાગદ્વેષ નથી ને તે રાગદ્વેષનું કારણ પણ નથી. અહીં તો જીવને જે રાગદ્વેષ થાય છે તે તેનો પર્યાયસ્વભાવ છે એમ વાત છે. રાગદ્વેષ થાય તેમાં કર્મ વગેરે પરદ્રવ્ય કારણ નથી એમ અહીં સિદ્ધ કરવું