Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3443 of 4199

 

૪૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ ને પૂર્ણ આનંદ પ્રગટ થશે. અહાહા....! જેમ પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે તેમ તારા સ્વભાવની પૂર્ણકળાએ ચૈતન્યચંદ્ર ખીલી ઉઠશે. અહો! સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી દેખનારને રાગદ્વેષ કાંઈ જ નથી. અને તેને ઘાતિકર્મો નાશ થઈને કેવળજ્ઞાન ઉપજે છે. લ્યો, આનું નામ ધર્મની ક્રિયા છે.

‘અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી’ એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-

* કળશ ૨૧૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘तत्त्वद्रष्टया’ તત્ત્વદ્રષ્ટિથી જોતાં, राग–द्वेष–उत्पादकं अन्यत् द्रव्यं किञ्चन अपि न वीक्ष्यते’ રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, ‘यस्मात् सर्व–द्रव्य– उत्पत्तिः स्वस्वभावेन अन्तः अत्यन्तं व्यक्ता चकास्ति’ કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે.

અહાહા....! શું કહે છે? કે તત્ત્વદ્રષ્ટિથી અર્થાત્ વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું ‘अन्यत् द्रव्यं किञ्चन अपि न वीक्ष्यते’ અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. અહાહા...! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે તેને જડ કર્મ વિકાર જરાય ઉપજાવી શકતું નથી વિકાર કર્મને લઈને થાય છે એમ કોઈ માને એ તો એનું મૂઢપણું છે.

આત્માને જે પુણ્ય-પાપના ને રાગદ્વેષનાં ભાવ ઉત્પન્ન થાય છે તે, કહે છે, પરદ્રવ્યથી બીલકુલ ઉપજતા નથી. જડકર્મથી રાગદ્વેષાદિ ઉપજે છે એમ ત્રણકાળમાં છે નહિ. વર્તમાનમાં જૈનોમાં-કોઈ પંડિતો ને ત્યાગીઓમાં પણ ઊંધી માન્યતાનું એવું લાકડું ગરી ગયું છે કે- ‘કર્મને લઈને જીવને વિકાર થાય છે’ એમ તેઓ માને છે. પણ ભાઈ! એ દ્રષ્ટિ તારી વિપરીત છે. જરા વિચાર તો કર કે આચાર્ય શું કહે છે! અહા! આચાર્ય કહે છે-તત્ત્વદ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું કર્મ આદિ પરદ્રવ્ય જરાય દેખાતું નથી. ભાઈ! પરદ્રવ્ય-કર્મ વગેરે નિમિત્ત હો, પણ રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે એ તે પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે જ ઉત્પન્ન થાય છે, કર્મનું એમાં કાંઈ કાર્ય નથી. સમજાય છે કાંઈ...!

ત્યારે કોઈ વળી કહે છે- જીવને વિકાર થવામાં જીવના ઉપાદાનના પ૦ ટકા અને જડકર્મના પ૦ ટકા માનો તો?

અરે, શું કહે છે ભાઈ! તારી એ માન્યતા તદ્ન અજ્ઞાન છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે- તત્ત્વદ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી; ‘किञ्चन अपि न वीक्ष्यते’ - છે કે નહિ પાઠમાં? જીવને વિકાર ઉપજે છે તેમાં