સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૨૩ પ્રગટ થશે. લ્યો, આવી વાત છે. વ્રત, તપ આદિના શુભરાગથી કેવળજ્ઞાન થશે એમ નહિ, પણ તત્ત્વદ્રષ્ટિ વડે સ્વસ્વરૂપની એકાગ્રતા દ્વારા શુભરાગનોય નાશ થઈને કેવળજ્ઞાન થશે એમ વાત છે. સમજાણું કાંઈ...?
‘રાગદ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી થાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ) કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મોનો નાશ થઈ કેવળજ્ઞાન ઉપજે છે.’
દયા, દાન, વ્રત, તપ આદિ ને કામ, ક્રોધ, માન આદિ જે પુણ્ય-પાપના ભાવ તે કોઈ પૃથક્ દ્રવ્ય નથી. શું કીધું? જેમ જડ અને ચેતન ભિન્ન દ્રવ્યો છે તેમ રાગદ્વેષ કોઈ ભિન્ન દ્રવ્ય નથી. જીવને તેઓ અજ્ઞાનની ખાણમાંથી ઉત્પન્ન થાય છે અને સમ્યગ્દર્શન થતાં નાશ પામી જાય છે. આવી વાત!
દુનિયાના લોકોને બીજો પ્રશંસા કરે તો મીઠી લાગે. પાગલ છે ને? પાગલ પાગલને વખાણે- એ ન્યાય છે. તેમ અજ્ઞાનીનાં વ્રત, તપને લોકો વખાણે તે તેને મીઠું લાગે, પણ ભાઈ! એ તો પાગલપણું છે બાપુ! કેમકે રાગથી ધર્મ થાય એમ તો મિથ્યાદ્રષ્ટિ પાગલ માને અને કહે. રાગમાં હરખાવું શું? રાગ તો એકલા દુઃખનો દરિયો છે, તેમા લેશ પણ સુખ નથી. ‘-સુખ લેશ ન પાયો’ -એમ આવ્યું ને છહઢાલામાં?
કોઈ તો વળી આ દેહ જડ માટી-ધૂળ કાંઈક ઠીક હોય ને રજકણ-ધૂળ (પૈસા) નો સંયોગ હોય એટલે માને કે અમે સુખી; પણ ધૂળમાંય સુખી નથી સાંભળને. તને ખબર નથી ભાઈ! પણ આ દેહનાં રજકણ માટી-ધૂળ તો જગતની ચીજ બાપુ! એ તારી ચીજ નહિ પ્રભુ! અહા! એ તો કયાંય મસાણની રાખ થઈને ઉડી જશે. આવે છે ને કે-
પછી નર-તન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત,’
શરીર ને પૈસો ને રાગને પોતાનાં માને એ તો મિથ્યાભાવ છે, અજ્ઞાનભાવ છે અને એ જ રાગદ્વેષની ને તારા દુઃખની ખાણ છે. સમજાણું કાંઈ....?
અહીં કહે છે- હું તો શુદ્ધ ચૈતન્યજ્યોતિસ્વરૂપ એક જ્ઞાયકભાવ છું એમ દ્રષ્ટિમાં જેણે સ્વીકાર કર્યો તે સમ્યદ્રષ્ટિ છે અને તે સુખી છે. માટે હે જીવ! સમ્યગ્દ્રષ્ટિ થઈને આ મિથ્યાત્વ અને રાગદ્વેષ ભાવોને ઉડાડી દે. તેનો ક્ષય થતાં પૂર્ણ જ્ઞાન,