कतरदपि परेषां दूषणं नास्ति तत्र ।
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः।। २२०।।
द्रव्यमेव कलयन्ति ये तु ते ।
उत्तरन्ति न हि मोहवाहिनीं
शुद्धबोधविधुरान्धबुद्धयः ।। २२१।।
જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે-અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે.
શ્લોકાર્થઃ– [इह] આ આત્મામાં [यत् राग–द्वेष–दोष–प्रसूतिः भवति] જે
રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે [तत्र परेषां कतरत् अपि दूषणं नास्ति] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, [तत्र स्वयम् अपराधी अयम् अबोधः सर्पति] ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે;- [विदितम् भवतु] એ પ્રમાણે વિદિત થાઓ અને [अबोधः अस्तं यातु] અજ્ઞાન અસ્ત થઈ જાઓ; [बोधः अस्मि] હું તો જ્ઞાન છું.
ભાવાર્થઃ– અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે ‘આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું’ . એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. ૨૨૦
હવે આ જ અર્થ દ્રઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ये तु राग–जन्मनि परद्रव्यम् एव निमित्ततां कलयन्ति] જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણ