૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પણું માનતા નથી,)
શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા) - [मोह–वाहिनीं न हिं उत्तरन्ति] મોહનદીને ઊતરી શક્તા નથી.
ભાવાર્થઃ– શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઊતરી શકતા નથી (અથવા મોહની સેનાને હરાવી શક્તા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી; કારણ તે રાગદ્વેષ કરવામાં જો પોતાને પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે, રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે-એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ૨૨૧.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તુ અમને જાણ’ , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્ન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગીદ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. -આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ- અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી, અર્થાત્ અન્ય દ્રવ્ય જીવને રાગાદિક ઉપજાવી શકતું નથી એમ ગાથામાં કહે છે.
‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.’