Pravachan Ratnakar (Gujarati). Kalash: 223.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3489 of 4199

 

૩૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

(शार्दूलविक्रीडित)
रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् ।
दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्।। २२३।।
હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[राग–द्वेष–विभाव–मुक्त–महसः] જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી

રહિત છે, [नित्यं स्वभाव–स्पृशः] જેઓ સદા (પોતાના ચૈતન્યચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે, [पूर्व–आगामि–समस्त–कर्म–विकलाः] જેઓ ભૂત કાળનાં તેમ જ ભવિષ્ય કાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને [तदात्व–उदयात्–मिन्नाः] જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, [दूर–आरूढ–चरित्र–वैभव–बलात् ज्ञानस्य सञ्चेतनाम् विन्दन्ति] તેઓ (-એવા જ્ઞાનીઓ-) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- [चञ्चत्–चिद्–अर्चिर्मयीं] કે જે જ્ઞાન-ચેતના ચમક્તી ચૈતન્યજ્યોતિમય છે અને [स्व–रस–अभिषिक्त–भुवनाम्] જેણે નિજ રસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સિંચ્યો છે.

ભાવાર્થઃ– જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.

અહીં તાત્પર્ય આમ જાણવુંઃ- જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દ્રઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે. અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણિ ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ *જ્ઞાનચેતનારૂપ થાય છે. ૨૨૩.

*

_________________________________________________________________ * કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ નિર્વિકલ્પ અનુભવ

વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ
તો, સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે
તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે
પરિણમન નથી હોતું.