૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ (દ્રષ્ટિ) ત્યાં જતી નથી. હું રાગને ને પર્યાયને જાણું છું એમ દ્રષ્ટિ ત્યાં મિથ્યાત્વમાં રહે છે.
સમયસાર ગાથા ૧૭-૧૮ની ટીકાનો ત્રીજો પેરેગ્રાફઃ- ‘પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.”
ઝીણી વાત છે પ્રભુ! બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અર્થાત્ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ-એક સમયના વિરહ વિના ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે. છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે એમ દ્રષ્ટિ ત્યાં જતી નથી.
ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે તેમ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થએલો પ્રાણી તેને જોઈ શકતો નથી એની નજરૂ (નજર) પર્યાય ઉપર ને રાગ ઉપર છે એટલે આ જ્ઞાયકને જાણું છું તે ખોઈ બેસે છે. અનાદિ બંધને-રાગને વશ પડયો રાગને જોવે છે પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. ભલેને તું ના પાડ હું (મને-જ્ઞાયકને) નથી જાણતો છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હો. ગજબ વાત કરી છે ને?
આત્મામાં અનંતગુણો ભલે હો પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. અમે છીએ એમ અનંતગુણો જાણતા નથી; જ્ઞાન છે તે પોતાને ને પરને જાણે છે.
એવી રીતે જ્ઞાન પર્યાય સિવાય આનંદ છે, સમ્યગ્દર્શન છે, સમ્યક્-ચારિત્ર છે તે પોતાને જાણતા નથી કારણ કે એમાં જ્ઞાનસ્વભાવ નથી.
જ્ઞાનની પર્યાય પોતાને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ છે તેથી તે જ્ઞાન પર્યાયમાં સદા સૌને ભગવાન આત્મદેવ પ્રકાશે છે. પરંતુ એની દ્રષ્ટિ-બુદ્ધિ એક સમયની પર્યાય અને રાગ ઉપર હોવાથી ભગવાન (જ્ઞાયક આત્મા) જણાય છે એમ માનતો નથી.
તો કહે છે કે જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ-પર જ્ઞેયને જાણવાની તાકાત છે અને તેથી તે પર્યાય સ્વને-આખા દ્રવ્યને જાણે છે. વર્તમાન પર્યાયમાં દ્રવ્ય આવતું નથી