પ૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પરને કોણ દાન દઈ શકે? અહીં તો કહે છે-એ અનાજ, કપડાં, ઔષધ, આદિ પદાર્થો એમ કહેતા નથી કે ‘તું અમને જાણ,’ અર્થાત્ તેઓ તને જાણવાનો રાગ પ્રેરતા નથી, અને તને જે મંદરાગ છે તેના કારણે કાંઈ તે ઔષધાદિ પદાર્થોનું વિચિત્ર-અનેકરૂપ પરિણમન થયું છે એમ નથી. ગજબ વાત છે ભાઈ! મારગ બહુ ઝીણો! પણ વસ્તુનું સત્યાર્થ સ્વરૂપ સમજ્યા વિના અવતાર ઢોર જેવો છે ભાઈ!
અહીં કહે છે-પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર વિકાર કરતાં નથી. અહા! ‘આવો વસ્તુસ્વભાવ છે તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.’ અહા! પરમાં રોકાઈ રહીને રાગદ્વેષ કરે તે પોતાનો જ અપરાધ છે, એમાં પરનો કાંઈ દોષ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘षूर्ण–एक–अच्युत–शुद्ध–बोध–महिमा अयं बोद्धा’ પૂર્ણ, એક, અચ્યુત અને શુદ્ધ (-વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા ‘बोध्यात्’ જ્ઞેય પદાર્થોથી ‘काम् अपि विक्रियां न यायात्’ જરા પણ વિક્રિયા પામતો નથી, ‘दीपः प्रकाश्यात् इव’ જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ.
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા પૂર્ણ-જ્ઞાનાનંદ સ્વભાવથી પરિપૂર્ણ એવી વસ્તુ છે. વળી તે અનંત ગુણસ્વભાવમય અભેદ એક છે; તથા અચ્યુત છે. એટલે શું? કે પોતાનો જે પૂર્ણ ધ્રુવ એક ચૈતન્યભાવ તેમાંથી ચ્યુત થતો નથી. અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ પુરુષ પોતાની પર્યાયમાં આ નિર્ણય કરે છે કે હું પૂર્ણ, એક, અચળ, શુદ્ધ, નિર્વિકાર જ્ઞાનસ્વરૂપ વસ્તુ છું. અહાહા...! આવો એક જ્ઞાનસ્વભાવ જેનો મહિમા છે એવો જ્ઞાયક પ્રભુ, કહે છે, જ્ઞેયપદાર્થોથી જરાપણ વિક્રિયા પામતો નથી. અહાહા...! એનું સ્વરૂપ જ જાણવું-દેખવું છે. પર્યાયમાં જે વિક્રિયા પામે છે તે પોતાનો અપરાધ છે, કોઈ જ્ઞેયને કારણે વિક્રિયા પામે છે એમ નથી.
અહાહા...! જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે જ્ઞાયક પ્રભુ આત્મા જ્ઞેય પદાર્થો-તે દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે સ્ત્રી-પુત્ર-પરિવાર હો કે અન્ય હો-તે જ્ઞેયને જાણવામાત્રથી વિક્રિયા-રાગ થાય છે એમ નથી, કેમકે જાણવું એ તો એનું સ્વરૂપ છે. ભગવાન કેવળી સમસ્ત જ્ઞેયોને-ત્રણકાળ ત્રણલોકને-કેવળજ્ઞાનમાં એક સાથે જાણે છે, છતાં તેમને રાગ