Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3510 of 4199

 

સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ઃ પ૯
* કળશ ૨૨૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘राग–द्वेष–विभाव–मुक्त–महसः જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે

‘नित्यं स्वभाव–स्पृशः’ જેઓ સદા (પોતાના ચૈતન્ય ચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે ‘पूर्व–आगामि–समस्त–कर्म–विकलाः’ જેઓ ભૂતકાળનાં તેમ જ ભવિષ્યકાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને ‘तदात्व–उदयात्–भिन्नाः’ જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, ‘दूर–आरूढ–चरित्र–वैभव–बलात् ज्ञानस्य सञ्चेतनाम् विन्दन्ति’ તેઓ (-એવા જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે....

જુઓ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પછી ચારિત્રની વાત કરે છે. જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થતાં તે જ્ઞાની થયો, તેને જ્ઞાનચેતના છે. તેને કર્મચેતના અને કર્મફળચેતનાનું સ્વામીપણું નથી છતાં એનું વેદન તેને ગૌણપણે હોય છે. અહીં ચારિત્રમાં તે કર્મચેતના અને કર્મફળચેતનાનો અભાવ કરે છે. કહે છે-જેમનું તેજ રાગ-દ્વેષરૂપ વિભાવથી રહિત છે. અહાહા...! સ્વરૂપની ઉગ્ર રમણતા થઈ તેને ચૈતન્યતેજમાં રાગદ્વેષનો અભાવ છે.

આત્મા અનંતગુણથી શોભાયમાન શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છે. તેનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય તેમાં અનંત ગુણની વ્યક્તતાનો અંશ અનંતમા ભાગે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં ભેગો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પણ અંશે આવે છે. હવે આવી વાત સંપ્રદાયમાં છે જ ક્યાં? ભાઈ! આત્મામાં જેટલા ગુણો છે તે બધાનો એક અંશ વ્યક્ત થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. ‘સર્વ ગુણાંશ તે સમકિત’ -આમ વ્યાખ્યા છે. ચારિત્રમાં તો ગુણોની ઘણી વ્યક્તતા થાય છે, અને કેવળજ્ઞાન થતાં પૂર્ણ વ્યક્તતા થાય છે. સમકિતમાં સર્વ ગુણોનો એક અંશ પ્રગટ વેદનમાં આવે છે, જ્યારે ચારિત્રમાં ઉગ્ર સ્વસંવેદન હોય છે.

જુઓ, ચોથા ગુણસ્થાને ત્રણ કષાય બાકી છે, અંશે ચારિત્ર છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. સંયમ નામ પામે એવી સ્થિતિ ત્યાં નથી. ચોથા કરતાં પાંચમા ગુણસ્થાને વ્યક્તતા વિશેષ અંશે છે, અને મુનિરાજને તો વ્યક્તતાનો અંશ ઘણો જ વધી ગયો હોય છે. મુનિરાજને પ્રચુર સ્વસંવેદન હોય છે, તેને તો અંદર અતીન્દ્રિય આનંદના ઉભરા આવે છે. વીતરાગ આનંદ અને શાંતિ જેમાં અતિ ઉગ્રપણે અનુભવમાં આવે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં તો ઘણી વ્યક્તતાનો અંશ બહાર પર્યાયમાં પ્રગટ થાય છે; છતાં તે પૂર્ણ નથી; પૂર્ણ તો કેવળીને થાય છે.

ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા એ પરમાર્થે સમકિત નથી અને બહારના વ્રત, તપ, ભક્તિ એ કાંઈ ચારિત્ર નથી. વ્રત, ભક્તિના પરિણામ તો રાગ છે, આસ્રવ છે. અહીં કહે છે-જેમનું તેજ રાગદ્વેષ રહિત થઈ ગયું છે-જુઓ આ ચારિત્રની