૬૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ જ ધ્યાન હોય છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનો વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી તે સાસ્રવ છે, નિરાસ્રવ નથી. ત્યાં તો વિશેષ એમ પણ વાત કરી છે કે-મહાવ્રતનો જે શુભરાગ છે તેને જે ઉપાદેય માને તેને આત્મા હેય છે, અને જેને આત્મા ઉપાદેય છે તેને સર્વ રાગ હેય છે. અહા! મુનિરાજ સાતમે ગુણસ્થાને સર્વ વિકલ્પ તોડીને એક સ્વરૂપનું જ ધ્યાન કરે છે. આવી અપ્રમત દશા નિરાસ્રવ છે. વળી જ્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે તે કાળે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચઢી કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
સમ્યગ્દર્શનમાં શ્રદ્ધાન કર્યું હતું કે હું તો શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું, પણ હજુ આસ્રવરહિત થયો ન હોતો, છઠ્ઠે કાંઈક અસ્થિરતા હતી. હવે તે અસ્થિરતા ટાળી પોતાના સ્વરૂપમાં લીન-સ્થિર થાય છે. આ સાતમા ગુણસ્થાનની વાત છે. પછી શ્રેણી ચઢી, કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
મુનિરાજને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું છે, પણ જ્યાં સુધી હું શુદ્ધ છું, પૂર્ણ એક જ્ઞાનસ્વરૂપ છું એવી વૃત્તિનું ઉત્થાન છે ત્યાં સુધી, જો કે ત્યાં મહાવ્રતનો વિકલ્પ નથી છતાં સાસ્રવ દશા છે. તેને સવિકલ્પ નિશ્ચિય મોક્ષમાર્ગ કહે છે. અને જ્યારે તે અંતર્બાહ્ય જલ્પથી રહિત, સર્વ વિકલ્પરહિત થઈને સ્વસ્વરૂપમાં જ ઠરી જાય છે, લીન થઈ જાય છે ત્યારે સમાધિની દશા પ્રગટ થાય છે. ત્યાં સ્વરૂપસ્થિરતાની જમાવટ વધતાં વધતાં પૂરણ આનંદ અને પૂરણ કેવળજ્ઞાનની દશા પ્રગટ થાય છે અને ત્યારે તે સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
જુઓ, ઓલી વૃત્તિ (વિકલ્પ) ઉઠે તેથી કેવળજ્ઞાન થાય છે એમ નહિ. એ વૃત્તિ- વિકલ્પ તો કૃત્રિમ ઉપાધિ છે. અને આ બહારનું શરીર છે એ હાડકાની ચમક છે. આ તો અંદર આનંદનો નાથ સહજાનંદ નિર્મળાનંદ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે તેમાં ઉપયોગ જામી-ઠરી જાય તે જીવ શ્રેણી ચઢીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
જુઓ, કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાનો મુખ્ય ના કરીએ તો, સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે, કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું.
શું કીધું? કે જીવને સર્વજ્ઞપદ પ્રગટ થયા પહેલાં નિર્વિકલ્પ અનુભવના કાળે