૮૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; ‘तु’ અને ‘अज्ञान–सञ्चेतनया’ અજ્ઞાનની સંચેતનાથી ‘बन्धः धावन्’ બંધ દોડતો થકો ‘बोधस्य शुद्धिं निरुणद्धि’ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, અહીં જ્ઞાન અને અજ્ઞાનની સંચેતનાનું એમ બન્નેનું ફળ કહ્યું છે, શું કહે છે? કે ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી, વીતરાગસ્વભાવી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. અહાહા....! આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેદે છે, અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે અર્થાત્ તેને પવિત્રતાની-શુદ્ધતાની વિશેષ દશા પ્રગટ થાય છે. શું કીધું? જેમાં આ બધું જણાય છે તે જાણનારો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. અહા! તે જાણનારને જાણી, તેમાં જ એકાગ્રતા કરી રમવાથી -ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે. લ્યો, આ સંવર અને નિર્જરા છે. બન્ને સાથે છે હોં. વર્તમાન શુદ્ધિ જે પ્રગટ થાય તે સંવર અને વિશેષ રમણતાથી શુદ્ધિમાં વૃદ્ધિ જે થાય તે નિર્જરા. અહીં આ ચારિત્રની વિશેષ દશાની વાત છે. અહો! આચાર્યદેવે બહુ ટૂંકામાં મોક્ષમાર્ગ દર્શાવ્યો છે.
કહે છે-શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા છે, તેમાં સમ્યક્ પ્રકારે એકાગ્ર થઈ રમણતા કરવાથી જ આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. જુઓ, ‘જ્ઞાનની સંચેતનાથી જ’ - ‘संञ्चेतनया एव’ એમ શબ્દો છે. મતલબ કે કોઈ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ આદિના શુભ વિકલ્પથી શુદ્ધિની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે એમ નહિ, પણ અનાકુળ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે તેની સન્મુખ થઈ તેમાં જ રમણતા કરવાથી ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. જુઓ, આ સમકિતીને ચારિત્ર થવાની વિધિ બતાવી છે.
વળી કહે છે- અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે - જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, શું કહે છે? કે ‘અજ્ઞાનની સંચેતનાથી...’ અહાહા...! આ પુણ્ય-પાપના શુભાશુભ ભાવ જે અજ્ઞાનીને થાય તે અજ્ઞાનચેતના છે, કેમકે તે ભાવમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે. શું કીધું? દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ને હિંસા, જૂઠ, વિષયવાસના આદિના ભાવ અજ્ઞાનચેતના છે, અને તેમાં એકાગ્ર થઈ તેમાં જે રમે તેને બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, અર્થાત્ તેને શુદ્ધતા પ્રગટ થતી જ નથી; અશુદ્ધતા થાય છે, બંધ જ થાય છે.
પુણ્ય-પાપના ભાવ થાય તે કર્મચેતના છે; અને તેનું ફળ જે સુખ-દુઃખ તે