૯૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।। ३८९।।
परिहृत्य कर्म सर्व परमं नैष्कर्म्यमवलम्बे।। २२५।।
मया कृतं जानाति] ‘કર્મફળ મેં કર્યું’ એમ જાણે છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને- [दुःखस्य बीजं] દુઃખના બીજને- [बध्नाति] બાંધે છે.
[सुखितः दुःखितः च] સુખી અને દુઃખી [भवति] થાય છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને- [दुःखस्य बीजं] દુઃખના બીજને- [बध्नाति] બાંધે છે.
ટીકાઃ– જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું) કે ‘આ હું છું’ , તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના. તેમાં, જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે ‘આને હું કરું છું’ , તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે ‘આને હું ભોગવું છું’ , તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ- (ત્યાં પ્રથમ, કાવ્ય કહે છેઃ-) શ્લોકાર્થઃ–
અનાગત કાળ સંબંધી) [सर्व कर्म] સમસ્ત કર્મને [कृत–कारित–अनुमननैः] કૃત- કારિત-અનુમોદનાથી અને [मनः– वचन–कायैः] મન-વચન-કાયાથી [परिहृत्य] ત્યાગીને [परमं नैष्कर्म्यम् अवलम्बे] હું પરમ નૈષ્કર્મ્યને (-ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું.