Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3544 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૯૩

તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૩. જે મેં (પૂર્વે) કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૪. જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪પ. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૬. જે મેં (પૂર્વે) કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૭. જે મેં (પૂર્વે) કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૮. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૯.

(આ ૪૯ ભંગોની અંદર, પહેલા ભંગમાં કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધાં અને તેના પર મન, વચન, કાયા-એ ત્રણે લગાવ્યાં. એ રીતે બનેલા આ એક ભંગને * ‘૩૩’ ની સમસ્યાથી-સંજ્ઞાથી-ઓળખી શકાય. ૨ થી ૪ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. એ રીતે બનેલા આ ત્રણ ભંગોને, ‘૩૨’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. પ થી ૭ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ ત્રણ ભંગોને ‘૩૧’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૮ થી ૧૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૨૩’ ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૧૧ થી ૧૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૨૨’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૨૦ થી ૨૮ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને ‘૨૧’ ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૨૯ થી ૩૧ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૧૩’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૩૨ થી ૪૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૧૨’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૪૧ થી ૪૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને ‘૧૧’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. બધા મળીને ૪૯ ભંગ થયા.) _________________________________________________________________ * કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ ‘૩’ નો આંકડો મૂકવો, અને પછી

મન, વચન, કાયા-એ ત્રણે લીધાં તે બતાવવા તેની પાસે બીજો ‘૩’ નો આંકડો મૂકવો. આ રીતે
‘૩૩’ ની સમસ્યા થઈ.

* કૃત, કારિત, અનુમોદના ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ ‘૩’ નો આંકડો મૂકવો; અને પછી મન,

વચન, કાયામાંથી બે લીધાં તે બતાવવા ‘૩’ ની પાસે ‘૨’ નો આંકડો મૂકવો. એ રીતે ‘૩૨’
ની સંજ્ઞા થઈ.