૯૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२६।।
કાળમાં) કર્મ કર્યાં, [तत् समस्तम् अपि कर्म प्रतिक्रम्य] તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને [निष्कर्मणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તું છું (એમ જ્ઞાની અનુભવ કરે છે).
ભાવાર્થઃ– ભૂતકાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન (વિધિ) છે. ‘મિથ્યા’ કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છેઃ- જેવી રીતે, કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું; પછી તેના પ્રત્યે મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂત કાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન જ છે; તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂત કાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે. ૨૨૬.
આ રીતે પ્રતિક્રમણ-કલ્પ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ) સમાપ્ત થયો.
(હવે ટીકામાં આલોચનાકલ્પ કહે છેઃ-)
હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી. કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧.
હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૨. હું (વર્તમાનમાં) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૩. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી ૪.
હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. પ. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી,