૯૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२८।।
હું કરીશ નહિ મનથી. ૪૧. હું કરાવીશ નહિ મનથી. ૪૨. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી. ૪૩. હું કરીશ નહિ વચનથી. ૪૪. હું કરાવીશ નહિ વચનથી. ૪પ. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી. ૪૬. હું કરીશ નહિ કાયાથી. ૪૭. હું કરાવીશ નહિ કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ પ્રત્યાખ્યાનમાં પણ ૪૯ ભંગ કહ્યા.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે-)
प्रत्याख्याय] ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (-ત્યાગીને), [निरस्त–सम्मोहः निष्कर्मणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તું છું.
ભાવાર્થઃ– નિશ્ચયચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે-સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાન આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ- વ્યવહારચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનું-ત્રણે કાળનાં કર્મોનું-પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે. આ, જ્ઞાનીનું કાર્ય છે. ૨૨૮.
આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો. હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ કાવ્ય કહેઃ-