Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3556 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧૦પ

નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૩. હું અપર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૪. હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩પ. હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૬. હું આદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૭. હું અનાદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૮. હું યશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૯. હું અયશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૦. હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૧.

હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૨. હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૩.

હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૪. હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪પ. હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૬. હું ઉપભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૭. હું વીર્યાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૮. (આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે).

(અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન તો થયું જ કે ‘હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું’ . પરંતુ પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાનશ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ