Pravachan Ratnakar (Gujarati). Kalash: 231.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3557 of 4199

 

૧૦૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

(वसन्ततिलका)
निःशेषकर्मफलसंन्यसनान्ममैवं
सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः ।
चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता।। २३१।।

પરિણમન તે થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.)

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– (સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કેઃ) [एवं] પૂર્વોક્ત રીતે [निःशेष–कर्म–फलं–संन्यसनात्] સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી [चैतन्य–लक्ष्म आत्मतत्त्वं भृशम् भजतः सर्व–क्रियान्तर– विहार–निवृत्त–वृत्तेः] હું ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા-વિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી-પ્રવર્તતી નથી); [अचलस्य मम] એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, [इयम् काल–आवली] આ કાળની આવલી કે જે [अनंता] પ્રવાહરૂપે અનંત છે તે, [वहतु] આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો-જાઓ. (ઉપયોગની પ્રવૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.)

ભાવાર્થઃ– આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંત કાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.

ફરી કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [पूर्व–भाव–कृत–कर्म–विषद्रुमाणां फलानि यः न भुंक्ते] પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને [खलु स्वतः एव तृप्तः] ખરેખર પોતાથી જ (- આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, [सः आपात–काल–रमणीयम् उदर्क–रम्यम् निष्कर्म– शर्ममयम् दशान्तरम् एति] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે.